ગુરુ પૂર્ણિમા:સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન અને મૂલ્યો જીવનમાં ઉતારવા નિજાનંદ બાપુની હાકલ

બહુચરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોઢેરાના મહાદેવ મઢીમાં સૌપ્રથમ વખત ચાર વેદોના પૂજનનો કાર્યક્રમ યોજાયો

બહુચરાજી તાલુકાના મોઢેરાના આંગણે બુધવારે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદોના પૂજનનો સૌ પ્રથમવાર કાર્યક્રમ યોજાયો હતો. અહીં મહાદેવ મઢીમાં ગોતરકા આશ્રમના સ્વામી નિજાનંદ બાપુના સાનિધ્યમાં ચારેય વેદોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે પૂ.બાપુએ સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન અને મૂલ્યો જીવનમાં ઉતારવા હાકલ કરી હતી. યુવા સંન્યાસી નિજાનંદ બાપુએ સત્સંગમાં જણાવ્યું કે, જે બીજને ધારણ કરી શકે તે જ સોળે કળાનો સૂરજ બની શકે.

ચાર વેદોમાં તમામ સમસ્યાનો ઉકેલ છે. માત્ર તે દિશામાં નજર કરવાની જરૂર છે. જ્ઞાનની ગંગોત્રી ઋગ્વેદમાંથી ઉદભવી છે. પહેલું સાયન્સ વેદોમાંથી અવતર્યું છે. સાયન્સના છાત્રો માટે સંશોધન કરવા જેવા અનેક રહસ્યો છે.સંઘ પ્રચારક દિલીપભાઈ દેશમુખ દાદા, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, અગ્રણી વિનોદભાઈ ગોકલાણી, હરગોવનભાઇ શિરવાડિયા, ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, લાલજીભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓએ હાજર રહી ચાર વેદો તેમજ સ્વામીજીના પૂજનનો અમૂલ્ય લ્હાવો લઇ ધન્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...