તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનલોક:કોરોનાકાળના 9 મહિના બાદ બહુચરાજી મંદિરના બંધ ત્રણે દરવાજા ખોલાતાં વેપારીઓ-શ્રદ્ધાળુઓમાં આનંદ

બહુચરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પશ્ચિમ અને દક્ષિણ દરવાજા ખોલાયાં - Divya Bhaskar
પશ્ચિમ અને દક્ષિણ દરવાજા ખોલાયાં

કોરોના મહામારીમાં 22 માર્ચથી બહુચરાજી મંદિરના ચારે દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરાયાં હતાં. 89 દિવસ બાદ અનલૉકમાં પશ્ચિમ અને દક્ષિણ દરવાજા ખોલાયાં હતાં. પરંતુ ઉત્તર અને પશ્ચિમ દરવાજો બંધ જ રખાતાં શ્રીફળ, પ્રસાદ અને રમકડાંની દુકાનો કરી પરિવારનું ગુજરાન ચલાવતા 50થી વધુ વેપારીને જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હતો. આથી બંધ દરવાજા ખોલવા વેપારી મંડળ સહિતે રજૂઆત કરી હતી. પરંતુ નઠોર તંત્ર રજૂઆત કાને ધરતું ન હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના ધ્યાને આ મુદ્દો આવતાં તેમની સૂચના બાદ સોમવારે બપોરે ત્રણે દરવાજા અવર જવર માટે ખોલી દેવાતાં વેપારીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો