તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક પોલીસને ખુલ્લો પડકાર:ધોળેદહાડે મહેસાણાના વેપારીને છરો મારી રૂ.2.50 લાખની લૂંટ, ગાડીનો પીછો કરતા ત્રણ બાઇકસવારો પેટ્રોલપંપના CCTVમાં કેદ

બહુચરાજી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પોલીસે ઘટના સ્થળ નજીક એસ્સાર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ચેક કરતાં નંબર પ્લેટ વગરના બાઈક પર સવાર પીળા ટીશર્ટવાળા સહિત ત્રણ યુવકો મોઢે બુકાની બાંધેલા જણાતાં તેમની શોધખોળ શરૂ કરી છે. - Divya Bhaskar
પોલીસે ઘટના સ્થળ નજીક એસ્સાર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ચેક કરતાં નંબર પ્લેટ વગરના બાઈક પર સવાર પીળા ટીશર્ટવાળા સહિત ત્રણ યુવકો મોઢે બુકાની બાંધેલા જણાતાં તેમની શોધખોળ શરૂ કરી છે.
 • બહુચરાજી-મહેસાણા હાઇવે પર ચડાસણા પાટિયે ગાડીચાલકને લૂંટી 3 બાઇકસવારો ફરાર
 • બમ્પ ઉપર ગાડી ધીમી પડતાં બાઇક અથડાવી 2 ફૂટ લાંબા છરાથી હુમલો કરી ત્રણ શખ્સો થેલો લઇ ફરાર, વેપારીને ઇજા

બહુચરાજી-મહેસાણા હાઈવે પર ચડાસણા ગામના પાટિયા નજીક રવિવારે બપોરે મહેસાણાના વેપારીની ગાડી સાથે બાઇક અથડાવી ત્રણ શખ્સો છરાથી હુમલો કરી રૂ.2.50 લાખની રોકડ રકમ ભરેલો થેલો લૂંટી બાઇક પર ભાગી છૂટ્યા હતા. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. પરંતુ લુટારુ હાથ આવ્યા ન હતા.

મહેસાણાના જે.કે. સેલ્સના વેપારી જીજ્ઞેશભાઈ મોદી સહિત બે જણા રવિવારે બપોરે બહુચરાજીથી ઇકો ગાડી (જીજે 02 બીપી 1202) લઈ મહેસાણા તરફ જતા હતા. ત્યારે 2 વાગ્યા આસપાસ ચડાસણા પાટિયા પાસે બમ્પ ઉપર ગાડી ધીમી કરતાં પાછળથી આવતા 3 શખ્સોએ બાઇક અથડાવી તમે અકસ્માત કર્યો તેમ કહી સુમસામ રોડ પર ચાર-પાંચ મિનિટ સુધી ઝપાઝપી કરી હતી. દરમિયાન એક શખ્સે 2 ફૂટ લાંબો છરો કાઢી જીજ્ઞેશભાઇને ઇજા પહોંચાડી ગાડીમાં પડેલો રૂ.2.50 લાખ રોકડ ભરેલો થેલો લૂંટી બાઈક પર મહેસાણા તરફ ભાગી ગયા હતા.

ઘટનાની જાણ થતાં બહુચરાજી પીએસઆઇ એમ.જે. બારોટ સહિત પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જિલ્લાભરમાં નાકાબંધી કરાવી હતી. ઘટના સ્થળેથી છરાની કેપ મળી આવી હતી. ડીવાયએસપી, એસઓજી સહિતની પોલીસે પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઘટના અંગે જીજ્ઞેશભાઈ મોદીએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ત્રણ બાઈકસવારો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

અઠવાડિયામાં લૂંટની બીજી ઘટના, લૂંટ-ચોરીની ઘટનાઓ નાથવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ
બહુચરાજી પંથકમાં બે મહિનામાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઇ હોય તેમ લૂંટ-ચોરીના બનાવો બની રહ્યા છે. બે મહિના અગાઉ બેચર હાઇવે પર નિલકંઠ કોમ્પલેક્ષમાં મની ટ્રાન્સફર કરાવવા આવેલા 3 શખ્સો દુકાનદારને બંધક બનાવી 75 હજાર લૂંટી ભાગી ગયા હતા. ગત રવિવારે બહુચરાજીના રાધિકા જ્વેલર્સના માલિકને ધોકો મારી રૂ.46 હજારની લૂંટ કરી હતી. ઉપરાંત, 15થી વધુ ઘરફોડ ચોરીના બનાવો બન્યા છે. જેમાંથી એકપણ ઘટનાનો ભેદ સ્થાનિક પોલીસ ઉકેલી શકી નથી, ત્યાં લૂંટની વધુ એક ઘટના બનતાં કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.

નંબર પ્લેટ વિનાના વાહનો પકડવાની ઝુંબેશ છતાં લૂંટ થઇ
બહુચરાજી ટાઉનમાં પોલીસે સવારથી બપોર સુધી દયાનંદ કોમ્પલેક્ષ, શક્તિ સર્કલ અને રેલવે ફાટકે નંબર પ્લેટ વિનાના વાહનો પકડવાની ઝુંબેશ કરી હતી, આમ છતાં લુટારુઓ લૂંટની ઘટનાને અંજામ આપવામાં સફળ થતાં પોલીસ માટે પડકાર બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો