નિર્ણય:બહુચરાજીમાં લોકડાઉન લંબાવાયું,15 મે સુધી બપોરે 2 વાગ્યા પછી બંધ રહેશે

બહુચરાજી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બપોર પછી બજાર બંધ રહેતાં સવારે મેળા જેવા દ્રશ્યો સર્જાય છે
  • લોકડાઉનને લઈ સ્થાનિક બજારમાં ચાલતી અટકળોનો અંત આવ્યો

કોરોના સંક્રમણની ચેઇન તોડવા બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા 17થી 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા સુધી જ બજારો ચાલુ રાખવા કરેલો નિર્ણય હવે 15 મે સુધી લંબાવાયો છે. જેને લઇ લોકડાઉનને લઈ સ્થાનિક બજારમાં ચાલતી અટકળોનો અંત આવ્યો છે. બીજી તરફ, બહુચરાજી બજારમાં થતી લોકોની ભીડ રોકવાના ઉદ્દેશથી બપોર પછી બજાર બંધ રાખવાના નિર્ણયથી ભીડ ઘટી નથી, પરંતુ ભીડ વધી છે. જ્યારે બજાર આખો દિવસ ચાલુ રહેતું ત્યારે લોકો પોતાની અનુકૂળતા મુજબ ખરીદી માટે આવતા હતા, જેને કારણે ભીડ ઓછી થતી.

પરંતુ બપોર પછી બજાર બંધ રાખવાના નિર્ણય બાદ બજારમાં સવારે મેળા જેવો માહોલ સર્જાય છે. સોશિયલ ડિસ્ટન્સ જેવું ક્યાંય જળવાતું નથી. પરિણામે ઉદ્દેશ ફળિભૂત થઇ શક્યો નથી. બીજી તરફ રોજ 20થી વધુ કેસ આવી રહ્યા છે. આથી બજારના વેપારીઓ અને લોકોમાં કાં તો બજાર આખો દિવસ ચાલુ રાખો અથવા 3 દિવસ બજાર સદંતર બંધ રાખવાં જોઇએ તેવો મત પ્રવર્તી રહ્યો છે, ત્યારે ગ્રામ પંચાયતે 15 મે સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાના નિર્ણયની વેપારીઓ સાથે બેઠક કરી પુન. સમીક્ષા કરવી જોઈએ તેમ બજારના વેપારીઓ અને લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...