તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:બહુચરાજી મામલતદાર કચેરી 3 કિમી દૂર પ્રતાપગઢ ​રોડ પર બનાવવાના નિર્ણય સામે સ્થાનિકોમાં વિરોધ

બહુચરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરપંચો, વેપારીઓ અને ગ્રામજનોમાં આક્રોશ, હાલની જગ્યામાં જ તાલુકા સેવાસદનનું બિલ્ડીંગ બનાવો

બહુચરાજી મામલતદાર કચેરી બહુચરાજીથી 3 કિલોમીટર દૂર પ્રતાપગઢ ગામના માર્ગે વગડામાં ખસેડવામાં આવનાર હોવાનું બહાર આવતાં તાલુકાના સરપંચો, વેપારીઓ અને ગ્રામજનોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે અને હાલની જગ્યામાં જ તાલુકા સેવાસદન બનાવવા ઉગ્ર માંગ કરાઇ છે.

નવીન બહુચરાજી તાલુકા સેવાસદન બનાવવા પ્રતાપગઢ રોડ પર આવેલી કાલરી ગામની ગૌચર સદરની રીસર્વે નં.511 પૈકીની 4 વીઘા જમીન ફાળવાઇ છે. આ જગ્યા બહુચરાજીથી ત્રણ કિમી દૂર આવેલી હોઇ અરજદારે કોઇપણ કામ માટે સ્પેશિયલ વાહન કરીને જવું પડે તેમ છે. જગ્યા સુમસામ અને વગડો છે. બીજી તરફ હાલની મામલતદાર કચેરી હાઇવે પર આવેલી છે. તેને અડીને જ તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, ટ્રેઝરી ઓફિસ, ગ્રામ પંચાયત, બહુચર માતાજી મંદિર, મંદિર સંચાલિત ભોજનાલય, એસટી ડેપો આવેલા લોકોને કામમાં ખૂબ જ સરળતા રહે છે.

આ સંજોગોમાં સરકાર નવું મકાન બનાવવા માગતી હોય તો હાલના સ્થળે જ બનાવવું જોઇએ તેવો સૂર છે. બહુચરાજી ગ્રામ પંચાયતના સરપંચ અને જિલ્લા સરપંચ એસોસીએશનના પ્રમુખ દેવાંગ પંડ્યાએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે, સરકારી તંત્રએ કચેરીઓ ખસેડવાનો આટલો મોટો નિર્ણય લીધો, પરંતુ નવી જગ્યા લોકોને કેટલી અનુકૂળ રહેશે તે જાણવા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવાની પણ તસ્દી લીધી નથી. હાલની કચેરી આજુબાજુ ઘણી જગ્યા છે, તેનું યોગ્ય આયોજન કરવું જોઇએ, જેથી લોકોને કામ માટે કોઇ મુશ્કેલી ન પડે.

બહુચરાજી વેપારી મંડળના મહામંત્રી ચંપકલાલ શાહે જણાવ્યું કે, હાલની મામલતદાર કચેરીની જગ્યા લોકોને ખૂબ અનુકૂળ છે. તાલુકાની તમામ કચેરીઓ એકબીજાની બિલકુલ નજીકમાં હોઇ સમય અને નાણાંનો બચાવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો