આવેદન:આઉટસોર્સિંગ નાબૂદી અને કરારપ્રથા બંધ કરવા રજૂઆત, એજન્સી દ્વારા પગાર ઓછો અપાતો હોવાની રાવ

બહુચરાજી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજી મામલતદારને આવેદનપત્ર અપાયું

બહુચરાજી મામલતદાર કચેરીમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓ દ્વારા આઉટ સોર્સિંગ નાબૂદી અને કર્મચારી કરાર આધારીત પ્રથા બંધ કરી કાયમી કરવા તથા પગાર વધારવાની માંગ સાથે સ્થાનિક મામલતદારને આવેદન આપ્યું હતું.

આઉટ સોર્સિંગ કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં તમામ કચેરીઓમાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ રૂ.11 થી 15 હજાર ચૂકવાય છે. પરંતુ આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા અમોને રૂ.4750થી રૂ.8000 ચૂકવાય છે. જે લઘુતમ વેતન કરતાં પણ ઓછો છે. તમામ આઉટ સોર્સિંગ કર્મચારીઓ તેની સમકક્ષના કાયમી કર્મચારી જેટલું જ, અમુક કિસ્સામાં તો વધારે કામ કરે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી પગારમાં એકપણ રૂપિયાનો વધારો થયો નથી તેમજ મહિનાના દિવસોમાં રજા કાપી પગાર ચૂકવાય છે. જેના કારણે ટૂંકા પગારમાં મોંઘવારીમાં જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી પણ લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવાનો આગ્રહ રખાતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...