તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:બહુચરાજીમાં ઘર અને દુકાનનો વેરો માફ કરવા રજૂઆત કરાઈ

બહુચરાજી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને ધ્યાને લઇ રાહત આપવા ગ્રા.પં. સદસ્ય જશુભાઇ પટેલે લેખિત માગ કરી

તીર્થધામ બહુચરાજીમાં કોરોના મહામારીને ધ્યાને લઇ ચાલુ વર્ષનો ઘર અને દુકાનનો વેરો માફ કરવા સ્થાનિક ગ્રામ પંચાયતના સદસ્ય જશુભાઇ પટેલે માગણી કરી છે. બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતના સદસ્યએ સરપંચ અને તલાટીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા 18 મહિનાથી કોરોના મહામારીના કારણે વેપાર-ધંધા તથા રોજગારી ઉપર માઠી અસર પડી છે, જેના કારણે નાના-મોટા વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલા લૉકડાઉનમાં નાના-મોટા વેપારીઓ તેમજ લારી-ગલ્લા વાળાએ ખૂબ સહયોગ આપ્યો છે. દુકાનો બંધ હોવા છતાં ગુમાસ્તાના પગાર સહિતનો બોજ ઉઠાવી વેપારીઓએ માનવતા દાખવી છે. આપણી ગ્રામ પંચાયત જિલ્લાની સૌથી મોટી અને સમૃદ્ધ પંચાયત છે. રાજ્યની ઘણી નાની-મોટી પંચાયતો દ્વારા વેરો માફ કરી જનતાને રાહત અપાઇ છે, ત્યારે ચાલુ વર્ષ 2021નો ઘરવેરો અને દુકાનવેરો માફ કરી નાની વેપારીઓ અને નગરજનોને રાહત આપવા માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...