કાર્યવાહી:હાંસલપુરમાં મોબાઈલ ચોરતી બે મહિલાઓ કેમેરામાં કેદ થઈ

બહુચરાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સીસીટીવી કેમેરાનો વિીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો - Divya Bhaskar
સીસીટીવી કેમેરાનો વિીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો
  • ફાળો ઉઘરાવવાના બહાને નીકળી પડી હતી

બહુચરાજી નજીક હાંસલપુર ગામે ફાળો ઉઘરાવવાના નામે દુકાનોમાંથી મોબાઈલ સહિત વસ્તુઓ ચોરતી બે મહિલાઓ કોમ્પલેક્ષના સીસીટીવી કેમેરામાં કેદ થતાં સોશિયલ મિડીયામાં વીડિયો વાયરલ થયો છે.

હાંસલપુર ગામે ગૌરવ કોમ્પલેક્ષમાં બે મહિલાઓ ફાળો ઉઘરાવવા પાવતીઓ સાથે આવી છે. જે રૂમમાં પ્રવેશ કરી કોઈ ના હોય તો તેનો લાભ લઈ મોબાઈલ સહિતની વસ્તુઓની ઊઠાંતરી કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

3 માર્ચે સીસીટીવી કેમેરામાં બે ચોર મહિલાઓ દેખાતાં સોસિયલ મિડીયામાં વીડિયો વાયરલ થયો હતો. બહુચરાજીના પીઆઈ મુકેશ બારોટે જણાવ્યું હતું કે આ વીડિયો હાંસલપુરના ગૌરવ કોમ્પલેક્ષનો છે. આ મહિલાઓ કોઈને દેખાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...