તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બહુચરાજીમાં લૂંટ-ચોરી, દારૂ-જુગારની બદી પણ એસપીની બેઠકમાં આગેવાનો ચૂપ

બહુચરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ મહિનામાં 15થી વધુ ચોરી અને લૂંટની ઘટના, એકપણ ભેદ ઉકેલાયો નથી

બહુચરાજી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેમ ધોળેદહાડે લૂંટ-ચોરી, દારૂ-જુગાર જેવી અસામાજિક ઉધઇની જેમ વધી છે. જેની સામે પગલાં લેવા વેપારીઓ દ્વારા એકબાજુ રજૂઆતો કરાઇ રહી છે, તો બીજી બાજુ મંગળવારે એસપીના અધ્યક્ષસ્થાને યોજાયેલી મિટિંગમાં હાજર ગણ્યા ગાંઠ્યા સરપંચો સહિત કહેવાતા આગેવાનોએ આ મુદ્દે કોઇ રજૂઆત નહીં કરતાં આશ્ચર્ય સર્જાયું છે.

બહુચરાજીમાં છેલ્લા ત્રણેક માસમાં ચોરી-લૂંટની 15થી વધુ ઘટના બની ચૂકી છે, પરંતુ પોલીસ એકપણ ઘટનાનો ભેદ ઉકેલી શકી નથી. ત્યાં ગત રવિવારે રાત્રે સોની વેપારીને લૂંટી લેવાની ઘટના બની હતી. બહુચરાજી પોલીસ મથકમાં એસપીએ વિસ્તારની સાચી હકીકતથી વાકેફ થવાના ઉદ્દેશથી આગેવાનો સાથે બેઠક બોલાવી હતી. પરંતુ પોલીસે પોતાની છબી ખરડાય નહીં અને સાચું ચિત્ર એસપી સમક્ષ ઉઘાડું પડી ન જાય તેની પૂરતી તકેદારી રાખી ચાર-પાંચ માનિતા સરપંચોને કહી 20-25 માણસો એકઠા કરી દીધા હતા. જેમાં એસપીએ ચોરી-લૂંટની ઘટના સંદર્ભે પોલીસે લીધેલા પગલાંની જાણકારી આપી હતી.

હાજર આગેવાનોએ તીર્થધામને બટ્ટો લગાડતી દારૂ-જુગારની બદી, ચોરી-લૂંટ, ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરવાનું ટાળી પોલીસ સાથેની મિત્રતા નિભાવી હતી. બીજું કંઈ નહીં તો પોલીસ સ્ટાફમાં રહેલી ઘટ પુરવાની રજૂઆત કરી શક્યા હોત તેવો સૂર ઊઠ્યો છે. હકીકતમાં સ્થાનિક પોલીસ વેપારી મંડળના હોદ્દેદારો, મીડિયા સહિતને લોકદરબાર જેવા ઓપન કાર્યક્રમથી દૂર રાખી પોતાનો હેતુ સિદ્ધ કરી લે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો