હુમલો:બહુચરાજીમાં મકાન ખાલી કરાવવા મુદ્દે વેપારીને માર્યો

બહુચરાજી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચર સોસાયટીમાં રહેલા મકાનના કબજા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

બહુચરાજીમાં મહાવીર પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન ધરાવતા વેપારીને બહુચર સોસાયટીમાં મારૂ મકાન કેમ ખાલી કરતો નથી તેમ કહીને બહુચરાજીના વેપારીએ માર માર્યો હતો. કરિયાણાના વેપારીએ હુમલો કરનાર વેપારી સામે ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

બહુચર સોસાયટીના મકાન નંબર-17માં રહેતા ભરતભાઈ ચીમનલાલ શાહ બજારમાં મહાવીર પ્રોવિઝન સ્ટોરમાં કરિયાણાનો વેપાર કરે છે. બુધવારે સાંજના સમયે તેઓ દુકાન ઉપર હતા તે સમયે બહુચરાજીની શ્રીશરણમ સોસાયટીમાં રહેતા સગર નારણભાઈ રામાભાઈએ આવીને ભરત શાહને કહેલ કે, મારૂ મકાન જે બહુચર સોસાયટીમાં છે તે કેમ ખાલી કરતો નથી.

તેથી ભરત શાહે કહેલ કે, આ મકાન અમારૂ છે અને તમારે મકાન જોઈતુ હોય તો નામદાર કોર્ટમાંથી હુકમ લઈને આવો. તેથી નારણભાઈ સગરે ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલતા મારામારી થઈ હતી અને વેપારી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી વેપારીએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે બહુચરાજીના નારણભાઈ રામાભાઈ સગર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...