તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:દેવગઢ થી ચડાસણા બસ સ્ટેન્ડ જવાના રસ્તા પરનાં દબાણ હટાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

બહુચરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે અગાઉ દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી છતાં ગ્રામ પંચાયતે જવાબ નહી ંઆપતાં રોષ
  • સમસ્યાનું સમાધાન નહીં આવે તો ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ગ્રામજનોની ચીમકી

બહુચરાજી તાલુકાના દેવગઢ ગામથી ચડાસણા ગામના બસસ્ટેન્ડ જવાના રસ્તા ઉપર દબાણ થઇ ગયું હોવાથી રસ્તો સાંકડો થઇ જતાં ત્યાંથી પસાર થતા લોકોને ભારે અગવડ પડી રહી છે. તેમજ અકસ્માતનો ભય હોવાથી દેવગઢ ગામના સરપંચે ઉચ્ચ કક્ષાએ પત્ર લખી રસ્તા પર થયેલ દબાણ દૂર કરવા રજૂઆત કરી છે. બેચરાજી તાલુકાના દેવગઢ ગામમાં જવાનો મુખ્ય રસ્તો ચડાસણા ગામમાંથી પસાર થાય છે પરંતુ થોડાક સમયથી રસ્તા ઉપર દબાણ થવાથી ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓ પડતી હોવાના કારણે દેવગઢ ગ્રામજનોનો રોષ વ્યાપી ગયો છે.

દેવગઢ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશ પટેલે ઉચ્ચ કક્ષાએ પત્ર લખી ચડાસણા ગામની હદમાં કેટલાક લોકો દ્વારા રસ્તામાં ગેરકાયદેસર રીતે શૌચાલય,બાથરૂમ,ઉકરડા તેમજ રોડ ઉપર ઢોર બાંધી રસ્તા ઉપર દબાણ ઉભું કર્યું હોવાના કારણે ત્યાંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સરપંચ પ્રકાશ પટેલે અગાઉ પણ રસ્તા ઉપરનું દબાણ દૂર કરવા રજુઆત કરી હતી. અને આ બાબતે દેવગઢ ગ્રામ પંચાયત જવાબ નહી મળે તો તેની આગળ ના દિવસોમાં અકસ્માત કે કોઈ દુર્ઘટના ઘટે તો તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર અધિકારીની રહેશે તથા આ બાબતે કાર્યવાહી નહી થયા તો દેવગઢ ગ્રામ પંચાયત દ્વારા સમસ્ત ગ્રામજનો ભૂખ હડતાળ ઉપર ઉતરશે તેવી ચીમકી આપવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...