તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના રંગ:જિલ્લા પંચાયત બહુચરાજીમાં કોંગ્રેસમાં ગીતાબેન દેસાઇનું ફોર્મ માન્ય, પોલીસ રક્ષણ સાથે ઘરે લઇ જવાયા

બહુચરાજી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજી જિ.પં. બેઠક પર વિવાદ બાદ કોંગ્રેસના ઉમેદવાર (રાઉન્ડમાં ગીતાબેન દેસાઇ)નું ફોર્મ માન્ય રહેતાં પોલીસ રક્ષણ સાથે ઘરે મોકલાયા હતા. - Divya Bhaskar
બહુચરાજી જિ.પં. બેઠક પર વિવાદ બાદ કોંગ્રેસના ઉમેદવાર (રાઉન્ડમાં ગીતાબેન દેસાઇ)નું ફોર્મ માન્ય રહેતાં પોલીસ રક્ષણ સાથે ઘરે મોકલાયા હતા.
 • મેન્ડેટને લઇ ઉમેદવારની ધારાસભ્ય સાથે ઝપાઝપી થઇ હતી

કોંગ્રેસે બબ્બે મેન્ડેટ આપતાં ધારાસભ્ય સાથે મારામારી સુધી પહોંચેલા મામલાને લઇ વિવાદમાં આવેલી બનેલી જિલ્લા પંચાયતની બહુચરાજી બેઠક માટે રજૂ થયેલા ફોર્મની સોમવારે હાથ ધરાયેલી ચકાસણીમાં કોંગ્રેસના ગીતાબેન દશરથભાઇ દેસાઈનું ફોર્મ માન્ય રખાયું હતું. જ્યારે અમૃતબેન રમતુજી ઠાકોરનું ફોર્મ રદ થયું હતું. એ જ પ્રમાણે તાલુકા પંચાયતની શંખલપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે દિપચંદભાઇ તળશીભાઇ પટેલનું ફોર્મ માન્ય રખાયું હતું. જ્યારે પટેલ અશોકભાઈ લક્ષ્મણભાઈનું ફોર્મ રદ થયું હતું. ફોર્મ ચકાસણી બાદ ગીતાબેન દેસાઇને પોલીસ રક્ષણ સાથે ઘરે મોકલાયા હતા.

શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારની સહીવાળું અમૃતબેન રમતુજી ઠાકોરે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સહીવાળું ગીતાબેન દેસાઈએ મેન્ડેટ જમા કરાવ્યું હતું. આ સમયે મેન્ડેટ ફાડવા મામલે ગીતાબેન દેસાઈની ધારાસભ્ય ભરતજી ઠાકોર સાથે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના જ બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટને લઇ કોનું ફોર્મ માન્ય રહેશે તેને સસ્પેન્સ સર્જાયું હતું. સોમવારે ફોર્મ ચકાસણીમાં ચૂંટણી અધિકારીએ ગીતાબેન દશરથભાઇ દેસાઇનું ફોર્મ માન્ય રાખતાં તેમનું જૂથ ગેલમાં આવી ગયું હતું, જ્યારે અમૃતબેન ઠાકોરના જૂથમાં સન્નાટો છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો