રાહત:બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતાઓ માટે એસી ભેટ આપ્યું

બહુચરાજી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળાની ગરમીમાં પ્રસૂતા મહિલાઓને રાહત મળશે

બહુચરાજીની શંખલપુર રોડ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ઉનાળામાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓને લેબરરૂમમાં ગરમીના કારણે વેઠવી પડતી હાલાકી દૂર કરવા એક દાતાએ એસી ભેટ આપ્યું છે. સિવિલના અધિક્ષક ડો.મિલાવ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં મહિલાઓને પ્રસૂતિ કરાવાયા છે તે લેબરરૂમમાં એસી ઘણા સમયથી બંધ છે. ઉનાળામાં પ્રસૂતાની હાલત દયનીય બની જતી હતી.

શંખલપુર ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલનું ધ્યાન દોરતાં તેમના સહકારથી મૂળ સીતાપુર ગામના અને હાલ બહુચરાજીમાં રહેતા અગ્રણી પ્રકાશસિંહ અભેસિંહ ઝાલા (પકાજી) દ્વારા રૂ.60 હજારના મૂલ્યનું એસી સિવિલ હોસ્પિટલને ભેટ અપાયું છે. સિવિલમાં મહિને સરેરાશ 30થી વધુ પ્રસૂતિ થાય છે. દાતાના એસીના દાનથી પ્રસૂતા મહિલાઓને લેબરરૂમમાં ગરમીના કારણે યાતનામાંથી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...