તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બળજબરી પૂર્વક ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મ આચર્યું

બહુચરાજી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામની ઘટના
 • પતિ-બાળકોને મારી નાખવાની ધમકી આપી 10થી 15 વાર દુષ્કર્મ આચરનાર હવસખોર સામે ફરિયાદ

બહુચરાજીના ચંદ્રોડાના ગામે રહેતી એક મહિલાના ઘરમાં પતિની ગેરહાજરીમાં બળજબરી પૂર્વક ઘૂસી પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી 10થી 15 વાર દુષ્કર્મ આચર્યું હતું. વારંવારની અઘટીત માંગણીથી ત્રસ્ત મહિલાએ છેવટે બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બહિચરાજીના ચંદ્રોડા ગામે રહેતી મહિલાનો પતિ ગાડી લઈને ધંધાર્થે બહાર ગયો હોઇ ગત 26 નવેમ્બરે રાત્રિના સમયે ગામના સીંધી ઇકબાલ રમજાનભાઇએ ઘરમાં ઘૂસી તેણીના પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરસુખની માંગણી કરી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આ અગાઉ બારેક માસ દરમિયાન અવારનવાર આ શખ્સે મહિલાની મરજી વિરુદ્ધ શરીરસુખની માંગણી કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવ્યું છે.

આ શખ્સની વારંવારની ધમકીઓથી ત્રાસી ગયેલી મહિલાએ આખરે શુક્રવારે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં સીંધી ઇકબાલ રમજાનભાઇ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો