તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:મહેસાણા-પાટણ જિલ્લામાં બીટી કપાસમાં પિયત માટે કેનાલોમાં નર્મદાનું પાણી છોડવા ખેડૂતોની માંગ

બહુચરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર 30મી જૂન સુધી પાણી આપવાનું જાહેર કરી ભૂલી જતાં રોષ

મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોએ બીટી કપાસનું વાવેતર શરૂ કરી દીધું છે, પરંતુ હાલમાં આ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની પેટા કેનાલોમાં પાણી છોડવામાં નહીં આવતાં ખેડૂતો બોરના પાણીથી વાવેતર કરવા મજબૂર બન્યા છે.

મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં અંદાજે દોઢ લાખ હેક્ટર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર થાય છે. હાલમાં મોટાભાગના વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે. પરંતુ મહેસાણા, બહુચરાજી, મોઢેરા, ચાણસ્મા, હારિજ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ અને પેટા કેનાલોમાં સિંચાઇનું પાણી છોડવામાં નહીં આવતાં ખેડૂતોને બીટી કપાસ બચાવવા ખાનગી બોર પરથી બે થી ત્રણ પિયત કરવાની ફરજ પડી છે. જેના કારણે ખેડૂતોએ કલાકવારીનો બોજ વેઠવાનો વારો આવ્યો છે. સરકારે એક મહિના પહેલાં ખેડૂતોને પિયત માટે જરૂર મુજબ પાણી મળી રહે તે માટે નર્મદાની નહેરો, સુજલામ સુફલામ વગેરેમાં 30 જૂન સુધી નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ અહીંના નઘરોળ તંત્ર દ્વારા હજુ સુધી પાણી છોડવામાં નહીં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ નજીકના ભવિષ્યમાં સારા વરસાદની ઓછી શક્યતા છે ત્યારે બીટી કપાસ બચાવવા કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી માંગ શંખલપુરના ખેડૂત કિર્તીભાઇ પટેલ સહિત ગામના ખેડૂતોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...