હાલાકી:15મા નાણાપંચનું સર્વર વારંવાર ડાઉન થઈ જતાં વિકાસકામો ઠપ

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વર બબ્બે દિવસ સુધી બંધ રહેતાં ઓનલાઇન પેમેન્ટ, વેન્ડર નોંધણી સહિતની કામગીરીને અસર

સરકાર દ્વારા નાણાકીય ઉચાપતના કેસો અટકાવવાના શુભ આશયથી ૧૫મા નાણાપંચની ઓનલાઇન કામગીરી અને પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તેના માટે જરૂરી કી તેમજ મોટાભાગે સર્વર ડાઉન રહેવાના કારણે કામગીરી પર માઠી અસર પડી રહી છે તેવી બૂમ બહુચરાજી તાલુકા સહિત રાજ્યભરમાંથી ઉઠી રહી છે.

આ બાબતે જાણકાર સૂત્રો કહી રહ્યા છે કે, 15મા નાણાપંચ માટે તૈયાર કરાયેલ સોફ્ટવેરનું સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે અને બબ્બે દિવસ સુધી બંધ રહે છે, પરિણામે 15મા નાણાપંચ ની ગાન્ટમાં થયેલા કામોનું પેમેન્ટ સમયસર થઇ શકતું નથી. વળી આ માટે નવા વેન્ડર એડ કરવામાં પણ મુશ્કેલી આવી રહી છે. નવા વેન્ડર એડ થતાં નથી અથવા રિજેક્ટ થઇ જાય છે.​​​​​​​પરિણામે તાલુકાઓમાં 15મા નાણાપંચની ગાન્ટમાંથી થનાર કામ સમયસર થઇ શકતા નથી, વિકાસ કામો અટકી પડ્યાં છે.

15મા નાણાપંચ માટેનું સોફ્ટવેરનું વારંવાર સર્વર ખોટવાઈ જવાના કારણે કોન્ટ્રાક્ટરો, વેન્ડરો તેમજ સરકારી કર્મચારીઓ ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે. આ બાબતે સૂત્રો કહે છે કે, આ પરિસ્થિતિ આખા રાજ્યમાં છે, આ બાબતે ઉચ્ચ લેવલે ધ્યાન દોરવામાં આવેલું છે.

અન્ય સમાચારો પણ છે...