ખેડૂતોમાં ચિંતા:બહુચરાજી-મોઢેરા-ચાણસ્મા પંથકમાં ખાતરની અછતથી ખેડૂતોમાં ચિંતા

બહુચરાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિપાકમાં ખાતરની જરૂરિયાત સમયે જ અછત વર્તાઈ
  • ​​​​​​​પિયત અને ખાતર આપવાના સમયે તંગીથી ખેડૂતોને ધક્કા

બહુચરાજી, મોઢેરા અને ચાણસ્મા પંથકમાં રવિ સિઝનમાં વાવેતરના સમયે જ સરદાર ડીએપી અને નર્મદા યુરિયા ખાતર બજારમાં છેલ્લા 15 દિવસથી અદ્રશ્ય થઇ ગયું છે, જેને લઇ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ વિસ્તારના ખેડૂતોએ રાયડો, એરંડા, રજકો, ઘઉં, ઘાસચારો, વરિયાળી, ઇસબગુલ, મેથી સહિતના શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે અને હાલમાં પિયત સાથે ખાતર આપવાની જરૂર છે. તેવા સમયે સરદાર ડીએપી અને નર્મદા યુરિયા ખાતર મળતું નથી. ઊંચા ભાવ ખર્ચવા છતાં ખાતર નહીં મળતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

નર્મદા ફોસ અને ઈફકોનું યુરિયા ખાતર બજારમાં છૂટથી મળી રહ્યું છે, પરંતુ ખેડૂતોનો ઝોક સરદાર ડીએપી તરફથી હોઈ હાલ તંગીના કારણે ખેડૂતો રોજ ખાતર વિક્રેતાઓને ત્યાં ધક્કા ખાઇ રહ્યા છે. દર વર્ષે રવિ સિઝનમાં રાસાયણિક ખાતરની સૌથી વધુ જરૂરિયાત ઊભી થાય છે, આમ છતાં ખાતરની પૂરતી વ્યવસ્થા નહીં કરાતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બહુચરાજી, ચાણસ્મા અને મોઢેરા પંથકમાં ઘઉં, રાયડો, એરંડા સહિતના પાકમાં પીયતનો સમય હોઈ ખાતરની જરુરિયાત ઉભી થવા પામી છે. જ્યાં ખાતરની અછતથી ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...