યોજના:પરંપરાગત ખાદી, હાથશાળ અને હસ્તકલાને જીવંત રાખવા હસ્તકલા સેતુ યોજનાનો શંખલપુરથી પ્રારંભ

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ગ્રામીણ કલાકારોને તાલીમ સાથે બજાર પૂરું પડાશે

ગુજરાતમાં કુટિર અને ગ્રામોદ્યોગના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોત્સાહન આપવા આ ક્ષેત્રમાં કામ કરતાં લોકોના સામાજિક આર્થિક ઉત્થાન પર ભાર મૂકી, પૂરક રોજગારીની તકો ઉભી કરવા સાથે ખાદી, હાથશાળ અને હસ્તકલાના સાંસ્કૃતિક વારસાની જાળવણીના ઉદ્દેશ સાથે કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અમદાવાદ સાથે હસ્તકલા સેતુ યોજના શરૂ કરી છે. જિલ્લામાં આ યોજનાનો પ્રારંભ શંખલપુરથી કરાતાં કાર્યક્રમ સરપંચ પરેશભાઈ પટેલે ખુલ્લો મુકતાં 50 બહેનો ભાગ લઇ રહી છે.

પ્રોજેક્ટના સોનલબેન શ્રીમાળીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ કુટીર અને ગ્રામ ઉદ્યોગ ક્ષેત્રમાં યોગ્ય અને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડી રોજગારીમાં વધારો કરવો તેમજ ધિરાણ, માર્કેટિંગ, આંતરમાળખાકીય સુવિધા, કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન માટે સહાયરૂપ થઈ લોકોનું સશક્તિકરણ કરવું તેમજ પરંપરાગત કલાની જાળવણી કરવા વેલ્યૂ ચેઇનને મજબૂત કરવા માર્ગદર્શન અપાય છે. જિલ્લા પ્રમોશન અવિહોત્ર કરંજકરે જણાવ્યું કે, નવી બજાર તકો ઊભી કરી કારીગરોના રોજગાર અને આવકની તકો વધારવા ક્રાફ્ટ ક્લસ્ટરને પ્રવાસન સાથે સાંકળી ઉત્તેજન અપાય છે. શંખલપુરમાં આવું ક્લસ્ટર ઊભું કરવા જગ્યા આપવા ગ્રામ પંચાયતે તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...