લોકાર્પણ:મોઢેરામાં પુષ્પાવતી નદી પર નિર્મિત ફોરલેન પુલનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું

મહેસાણા/બહુચરાજી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસમાં 2 વાર લોકાર્પણ, ધારાસભ્ય ભરતજીએ પણ ખુલ્લો મૂક્યો હતો

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે પુષ્પાવતી નદી પર નિર્મિત ચારમાર્ગિય પુલનું ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વિરમગામ-બેચરાજી-ચાણસ્મા રોડ પર મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે પુષ્પાવતી નદી પર નિર્મિત પુલનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.અગાઉ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ આ પુલ ખુલ્લો મુક્યો હતો. ત્રણ દિવસમાં બીજી વાર લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે ૧૨૫૬ લાખના ખર્ચે નિર્મિત આપુલથી મોઢેરાને સીધો ફાયદો થનાર છે.

તેમણે ઉમેર્યું હતું કે મહેસાણા-પાટણ જિલ્લાને તેમજ મારૂતિ ઔધોગિક પ્રોજેક્ટ, બહુચરાજી યાત્રાધામ, મોઢેરા સૂર્યમંદિર તથા પાટણ જિલ્લાના ઐતિહાસિક રાણી વાવને જોડતો અગત્યનો રસ્તો છે. કાર્યક્રમમાં સંસદસભ્ય શારદાબેન પટેલ, પૂર્વ ગૃહમંત્રી રજનીકાન્ત પટેલ, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન હરીભાઇ, રાજુભાઇ, મુકેશભાઇ, અગ્રણી ભગાજી સહિત અધિકારીઓ,પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...