તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:શંખલપુર, ચંદ્રોડા અને કાલરી બેઠક ઉપર કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતાં ભાજપ બિનહરીફ

બહુચરાજી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં. બહુચરાજી બેઠક પર કોંગ્રેસે 42 ઠાકોર સમાજની ટિકિટ કાપતાં ભૂકંપ
 • 7 ફોર્મ પરત ખેંચાતાં અને 3 બેઠકો બિનહરીફ થતાં હવે 13 બેઠકો પર 33 ઉમેદવારો

બહુચરાજી તાલુકા પંચાયતની કાલરી, શંખલપુર અને ચંદ્રોડા બેઠક પરથી કોંગ્રેસ સહિત હરીફ ઉમેદવારોએ મંગળવારે ફોર્મ પરત ખેંચી લેતાં ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. હાલ તો બહુચરાજી તાલુકામાં ચૂ઼જટણીને લઇ ગરમાવો છવાયો છે.

શંખલપુર બેઠક પરથી કોંગ્રેસના દીપચંદભાઇ તળશીભાઇ પટેલ અને અપક્ષ ગીરીશભાઇ પટેલે ફોર્મ પરત ખેંચતાં ઠાકોર ભરતજી પરબતજી, કાલરીમાં કોંગ્રેસના દત્તાત્રેય અંબાદાન ગઢવીએ ફોર્મ ભરત ખેંચતાં ભરતસિંહ મનુજી સોલંકી અને ચંદ્રોડા બેઠકમાં કોંગ્રેસના કડવીબેન મહેશકુમાર ઠાકોરે ફોર્મ પાછું ખેંચતાં ભાજપનાં કિંજલબેન વિક્રમભાઇ દેસાઇ બિનહરીફ થયાં છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતની 16 બેઠકો માટે કુલ 66 ફોર્મ ભરાયાં હતાં.

જેમાં ચકાસણીમાં 24 રદ થતાં 42 ઉમેદવારો હતા. મંગળવારે 7 ફોર્મ પરત ખેંચાતાં અને 3 બેઠકો બિનહરીફ થતાં હવે 33 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 13-13, આપના 5 અને બીએસપીના એક ઉમેદવાર છે. કોંગ્રેસમાં ચર્ચા મુજબ, છેલ્લા 20 વર્ષથી તાલુકા પંચાયત કોંગ્રેસની બનતી હતી. પરંતુ આ વખતે જિ.પં. બહુચરાજી બેઠક પર રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઇની જીદના કારણે 42 ઠાકોર સમાજનાં અમૃતબેન રમતુજી ઠાકોરની ટિકિટ કાપી તેમનાં ભાભી ગીતાબેન દેસાઇને અપાતાં નારાજ ઠાકોર સમાજના અગ્રણીના ટેકામાં બહુચરાજી અને ચંદ્રોડાના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે.બહુચરાજી તાલુકામાં ચૂટણીને લઇ ગરમાવો જામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો