તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સરકારી યોજનાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા 10 સરપંચને ભાજપ એવોર્ડ આપશે: સી.આર.પાટીલ

બહુચરાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંખલપુરમાં યોજાયેલા ઉત્તર ઝોન સરપંચ સંવાદમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત
  • લગ્નમાં દહેજની ચિંતાના કારણે દીકરીને ગર્ભમાં જ મારી નખાય છે
  • દરેક સરપંચ સંકલ્પ કરે કે ગામની 10 વર્ષથી નાની તમામ દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવીશ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે શંખલપુરમાં યોજાયેલા સરપંચ સંવાદમાં સરકારી યોજનાઓનો સૌથી વધુ લાભ લાભાર્થી સુધી પહોંચાડનારા રાજ્યના 10 સરપંચોને શ્રેષ્ઠ સરપંચ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે સરપંચોને પણ સંગઠન સાથે સક્રિય રીતે જોડવા ભાજપ દ્વારા સરપંચ સંવાદ શરૂ કરાયો છે. રાજ્યમાં તેનો પ્રથમ કાર્યક્રમ રવિવારે બહુચરાજીના શંખલપુર ખાતે યોજાયો હતો. જેમાં ઉ.ગુ. અને કચ્છ સહિત 7 જિલ્લાના 220 સરપંચો જોડાયા હતા. સંવાદને ખુલ્લો મુકતાં સી.આર. પાટીલે સરપંચોને સરકાર અને સમાજ વચ્ચેની કડી ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે, આજે દરેક સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. તેના મૂળમાં માતા-પિતાના મનમાં લગ્નનો ખર્ચ અને દહેજની ચિંતા હોય છે. તેના કારણે દીકરીને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. પરિણામે આજે કોઇ ગામ એવું નહીં હોય જ્યાં 30-35 વર્ષના લગ્નવિનાના 15-20 યુવકો ના હોય. જે સમાજ માટે મોટી ચિંતાની વાત છે.

મોદી સરકારે દીકરીઓના સલામત ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના બનાવી છે. જેમાં સૌથી વધુ 8.5 ટકા વ્યાજ મળે છે. દરેક સરપંચ સંકલ્પ કરે કે ગામની 10 વર્ષથી નાની એકપણ દીકરી એવી ન હોય કે જેનું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ન હોય. તેમણે રૂ.12નું વાર્ષિક પ્રિમિયમ ભરી ગામના દરેક વ્યક્તિનો વીમો લેવા તેમજ કોઇ વિધવા બહેન સહાયથી વંચિત ન રહે તે જોવા જણાવ્યું હતું. જોકે, કૃષિ બિલ સંદર્ભે એક શબ્દ પણ ઉચાર્યો ન હતો.

પ્રારંભે કાર્યક્રમનાં કન્વીનર લિપિ ખંધાર અને મોડેલ વિલેજના બ્રાન્ડ એમ્બેસેડર હિમાંશુ પટેલે કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી. પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, સાંસદ શારદાબેન પટેલ અને જુગલ લોખંડવાલા, માજી સાંસદ જયશ્રીબેન પટેલ, માજી ધારાસભ્ય રજની પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તે પહેલાં ખેડૂતો સાથે સંવાદ અને વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.

પ્રદેશ પ્રમુખ સહિતે બહુચર માતાજીની પૂજા અર્ચના કરી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર બહુચરાજીની મુલાકાતે આવેલા સી.આર. પાટીલે શંખલપુર અને બહુચરાજી મંદિરમાં બહુચર માતાજીની પૂજા અર્ચના કરી હતી. શંખલપુરમાં સરપંચ પરેશ પટેલ, મંદિર ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલે માતાજીની તસવીર અને ફુલહારથી સ્વાગત કર્યું હતું.તો બહુચરાજીમાં સરપંચ દેવાંગ પંડ્યા સહિત તાલુકાના સરપંચોએ માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો