તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિત્ર ઊલટું:બહુચરાજી તાલુકા પંચાયતમાં 16 પૈકી 14 બેઠકો સાથે ભાજપ સત્તામાં

બહુચરાજી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના તા.પં.પ્રમુખ સરોજબા દરબાર સતત બીજીવાર ચૂંટાયાં
  • 2015માં ભાજપને 1 અને કોંગ્રેસને 15 બેઠકો મળી હતી

બહુચરાજી તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસના હાથમાંથી છીનવી લીધી છે. કુલ 16માંથી 14 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. માત્ર દેલવાડા અને સાપાવાડા 2 બેઠકો કોંગ્રેસના હાથમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 2015માં ભાજપને સમખાવા પૂરતી માત્ર એક ચંદ્રોડા બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની બહુચરાજી, મોઢેરા અને રાંતેજ બેઠક પરથી ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જે ત્રણે 2015માં કોંગ્રેસ પાસે હતી.

આ ચૂંટણીમાં કોંગ્રેસના તાલુકા પંચાયત પ્રમુખ સરોજબા રાજેન્દ્રસિંહ દરબાર સતત બીજીવાર ચૂંટાયાં છે. તો સાપાવાડા બેઠક પરથી કોંગ્રેસના નવોદિત કિરપાલસિંહ લક્ષ્મણસિંહ ઝાલા પૂર્વ ડેલીગેટ દશરથજી ઠાકોરને 17 મતે હરાવી વિજેતા બન્યા છે. શંખલપુર, ચંદ્રોડા અને કાલરી બેઠક પર ભાજપ બિનહરીફ થયો હતો. જિ.પં.ની બહુચરાજી બેઠક પર ભાજપના તારાબેન રામાજીએ 5585 મતે, મોઢેરા બેઠક પર પટેલ મયુર અમૃતલાલે 2989 મતે અને રાંતેજ બેઠક પર ઝાલા વિરેન્દ્રસિંહ કીર્તિસિંહે 2760 મતથી વિજય મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...