ચોમાસુ:ચુવાળ સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ

બહુચરાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળ પંથકના દેત્રોજ-રામપુરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ સોમવારે વહેલી સવારથી ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો છે. પંથકમાં કેટલાક દિવસથી લોકો બફારા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ખેડૂતો ધીમીધારે પડી રહેલા વરસાદને પાક માટે સારો ગણાવી રહ્યા છે. હાલ કઠોળનું વાવેતર કેટલાક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે અન્ય પાકોના વાવેતર માટે ખેડૂતો વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચુવાળ પંથક ના દેત્રોજ-રામપુરા સહિત ગામોમાં સોમવારની વહેલી સવારથી જરમર ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જે સોમવારે બપોર સુધી ચાલુ રહ્યો હતો. પંથક પંથકમાં ચોથા રાઉન્ડમાં વરસાદ ઝરમર ધીમીધારે શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. તસવીર રાજુ શર્મા

અન્ય સમાચારો પણ છે...