તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દિવાળીમાં બહુચરાજી મંદિરના બંધ દરવાજા ખોલવામાં તંત્રના જડવલણ સામે લોકોમાં રોષ

બહુચરાજી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7 મહિનાથી મંદિરના દરવાજા બંધ હોઈ 50થી વધુ વેપારીઓની હાલત કફોડી
 • વેપારી મહામંડળ અને ધારાસભ્યની મંદિર સત્તાધીશોને લેખિત રજૂઆત

કોરોના લોકડાઉનના કારણે બહુચરાજી મંદિરના બંધ કરાયેલા દરવાજા પૈકી ઉત્તર અને પશ્ચિમ દિશા તરફના દરવાજા 7 મહિના પછી પણ ખોલવામાં નહીં આવતાં 50થી વધુ વેપારીઓની હાલત કફોડી બની છે. આજે પરિવારોનું ગુજરાન ચલાવવું અઘરું થઈ પડ્યું છે, ત્યારે દિવાળી સમયે દરવાજા ખોલવાની સ્થાનિક વેપારી મહામંડળની રજૂઆત છતાં સત્તાધિશોના જડ વલણના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો છે.

બહુચરાજી મંદિરના ઉત્તર અને પશ્ચિમ દરવાજા છેલ્લા સાત મહિનાથી બંધ છે. પરિણામે શ્રીફળ, પ્રસાદ, રમકડાં, કપડાં, વાસણ સહિતનાં નાના-મોટા 50થી વધુ વેપારીઓ બેરોજગાર બન્યા છે. વેપારી મહામંડળના મંત્રી ચંપકલાલ શાહે મંદિરના વહીવટદારને લેખિત રજૂઆત કરી છે કે, દરવાજા ખોલવામાં આવે તો દિવાળીના તહેવારોમાં સાત મહિનાથી રોજગારી વિના બેસી રહેલા વેપારીઓને આવક થાય. ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ મંદિરના ચેરમેન જિલ્લા કલેકટરને લેખિત પત્ર લખી કોરોના લોકડાઉનના કારણે બંધ કરાયેલા દરવાજાને લીધે દુકાનદારોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોઇ દિવાળીના તહેવારોને ધ્યાને લઇ દરવાજા ખોલવા માંગ કરી છે. સાથે બાળકોની ચૌલક્રિયા પરનો પ્રતિબંધ પણ હટાવી લેવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો