બહુચરાજીમાં ભરાયેલા ચૈત્રી પૂનમના લોકમળાની શનિવારે મધરાત પછી માતાજીની સવારી શંખલપુરથી બહુચરાજી મંદિરે પરત આવ્યા બાદ વિધિવત રીતે સંપન્ન થયાની જાહેર કરાઇ હતી. જોકે, ચૈત્રી પૂનમે ભારે ભીડને ધ્યાને લઇ આસપાસના ગામોના લોકો પૂનમ પછીના દિવસે માતાજીના દર્શન કરવા આવતા હોઇ રવિવારે પણ ભારે ભીડ જોવા મળી હતી.
જેમાં મહિલાઓ, વિકલાંગો, વૃદ્ધો અને ચૌલક્રિયા માટે આવતાં શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. મેળો પૂરો થતાં મંદિરમાં પ્રવેશ માટેનાં ચારે દરવાજા ખુલ્લા મૂકાતાં કોઈપણ જાતના બંધન વિના મુક્ત રીતે માતાજીનાં દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો.
જ્યારે મહાભારતકાળથી ચાલી આવતી પરંપરા અનુસાર દરેક સમાજના લોકો અહીં પોતાના લાડકવાયાની ચૌલક્રિયા (બાબરી) કરાવવા આવે છે. મંદિરના સૂત્રો મુજબ, રવિવારે 191 બાબરી ઉતરી હતી અને ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી અત્યાર સુધી 1986 ચૌલક્રિયા થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.