ભક્તોમાં આનંદ:19 મહિના બાદ પૂનમે બહુચર માતાજીની સવારી પુન: નીકળશે

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલે શરદપૂનમે બહુચરાજીથી સવારી શંખલપુર જશે
  • કલેક્ટર-વહીવટદારે સવારીની મંજૂરી આપતાં ભક્તોમાં આનંદ

યાત્રાધામ બહુચરાજીમાં કોરોના મહામારીને લઇ છેલ્લા 19 મહિનાથી દર મહિનાની સુદ પૂનમે નીકળતી બહુચર માતાજીની સવારી સ્થગિત કરાઇ હતી. કોરોનો હળવો થતાં માતાજીની સવારી પુન: શરૂ કરવા શ્રદ્ધાળુઓની લાગણીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી અપાતાં બુધવારે શરદ પૂર્ણિમાએ રાત્રે 9 વાગે માતાજીની સવારી બહુચરાજીથી નીકળી માતાજીના આદ્યસ્થાનક શંખલપુર ગામે જશે. તંત્રના આ નિર્ણયથી લાખો માઇભક્તોમાં આનંદ છવાયો છે.

બહુચરાજીમાં પૂનમની રાત્રે નીકળતી બહુચર માતાજીની પાલખી પુન: શરૂ કરવા ટોડા બહુચરાજી માતાજી મંદિર શંખલપુર ટ્રસ્ટ તથા બહુચરાજી વેપારી મંડળ દ્વારા ગત 16 ઓક્ટોબરે અરજી કરી હતી. તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા પણ ગાયકવાડ સરકાર સમયથી નીકળતી સવારી કાઢવા મંદિર ટ્રસ્ટને રજૂઆત કરતાં વહીવટદાર તરફથી સોમવારે જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણાને કોરોના પરિસ્થિતિને અનુલક્ષી સવારી કાઢવા હકારાત્મક પ્રતિભાવ અપાયો હતો. જેને પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાથી 20 ઓક્ટોબરે પૂનમની રાત્રે બહુચર માતાજીની સવારી પોલીસ બંદોબસ્ત સાથે કાઢવા મંજૂરી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...