તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ચાણસ્માના ગંગેટના યુવકે વીડિયો બનાવી મોઢેરા કેનાલમાં પડતું મૂક્યું

બહુચરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મરતા પહેલાં યુવાને વીડિયો વાયરલ કર્યો. - Divya Bhaskar
મરતા પહેલાં યુવાને વીડિયો વાયરલ કર્યો.
  • કિડનીની તકલીફ-માનસિક સ્થિતિ સારી ન હોવાથી વીડિયોમાં જણાવ્યું

મોઢેરા કેનાલમાં બપોરના સમયે કોઈ યુવાન તડફડીયા મારતો જોઈ લોકોનું ટોળું એકઠું થયું હતું. હજાર લોકો બૂમો પાડતાં રહ્યા અને યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો. હાજર લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતાં મોઢેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયા તથા મહેસાણા ફાયર ફાઇટરના જવાનોની મદદથી કેનાલમાં તરતી લાશ બહાર કાઢી તપાસ કરતાં મૃતક ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામનો જશવંત ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા મૃતકના પરિવારને જાણ કરતાં પરિવારજનો મોઢેરા કેનાલ પાસે પહોંચી ઓળખ કરી હતી. ઘટનાની કોઈ પોલીસ ફરિયાદ ના કરવાનું કહી લાશને પોતાના વતન લઈ ગયા હતા.

મરતા પહેલાં યુવાને વીડિયો વાયરલ કર્યો
મૃતક જશવંત દ્વારા આત્મહત્યા કર્યાના થોડા સમય અગાઉ જાતે મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયોમાં યુવાને પોતાને કિડનીની તકલીફ અને માનસિક સ્થિતિ સારીના હોવાને કારણે કેનાલમાં આત્મહત્યા કરું છું અને એમાં મારા પરિવારનો અને બીજા કોઈનો કોઈ વાંક ના હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...