તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સાપાવાડા કેનાલમાં 10 ફૂટનું ગાબડું, પાણી ખેતરમાં ભરાયાં

બહુચરાજી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બહુચરાજી પંથકમાં બનાવેલી નર્મદા કેનાલોના કામમાં ભ્રષ્ટાચારના કારણે વારંવાર તૂટી રહી છે
 • છેવાડે સુધી કેનાલનું પાણી પહોંચ્યું નથી અને ભૂગર્ભ પાઇપલાઇન પાછળ લાખોનું આંધણ કરાયું

બહુચરાજી તાલુકામાં નર્મદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી કેનાલોના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાના કારણે પાણી છોડવામાં આવતાં જ ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ રહે છે. સોમવારે સાપાવાડા ગામની સીમમાંથી પસાર થતી સાપાવાડા-2 એલ માઇનોર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. પરિણામે કેનાલનું પાણી બાજુમાં આવેલા રમેશભાઈ માધવલાલ પટેલના અજમાના વાવેતરવાળા ખેતરમાં તળાવની જેમ ભરાઇ જતાં પાક નિષ્ફ્ળ જવાની ભીતિ છે.

સાપાવાડા-2 એલ માઇનોર કેનાલ બનાવ્યાના સાતથી આઠ વર્ષ થયા પરંતુ હજુ સુધી કેનાલના છેડા સુધી પાણી પહોંચ્યું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, કેનાલના કામમાં પહેલેથી જ વેઠ વાળવામાં આવી છે. કેનાલનું લેવલ છે ત્યાં સુધી પાણી પહોંચે છે અને તે પછી બે કિમી સુધીની કેનાલમાં આજદિન સુધી પાણી પહોંચ્યું નથી. આ કેનાલ પણ વારંવાર તૂટતી હોઇ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતા ખેડુતોમાં રોષ ભભૂક્યો છે.

ટેસ્ટીંગ વિના જ અંડરગ્રાઉન્ડ લાઇનના નાણાં ચૂકવાઇ ગયા
ગામલોકોના જણાવ્યા મુજબ, સાપાવાડા ગામની કેનાલ બન્યે 7 વર્ષ થયા પણ હજુ આખી કેનાલમાં એકપણ દિવસ પાણી આવ્યું નથી. કેનાલમાં પાણી કેમ પહોંચતું નથી તેની તપાસ કરવાને બદલે મલાઇ તારવવા ભૂગર્ભ પાઇપ લાઇનો નાખી, તેનું પણ ટેસ્ટીંગ કર્યા વિના જ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવાઇ ગયા છે. આ ભૂગર્ભ લાઇન પણ આજે પાણી વિના બિન ઉપયોગી પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો