તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાજિક ઝઘડો:દહેજમાં 88 તોલા સોનુ, રૂ.18 લાખ રોકડા આપ્યા છતાં મકાન લેવા 30 લાખ માગી પરિણીતાને તગેડી

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાસરિયાંના ત્રાસે બહુચરાજીની યુવતીએ નાનીના ઘરે એકસાથે 19 ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો
  • પાલનપુરમાં રહેતા 5 સાસરિયાં સામે દહેજધારા હેઠળ તેમજ સાસુના મિત્ર સામે છેડતીનો ગુનો

બહુચરાજીની યુવતીને લગ્ન સમયે 88 તોલા સોનુ, 18.50 લાખ રોકડ સહિતનું દહેજ આપ્યું હોવા છતાં સાસરિયાંએ પાલનપુરમાં નવું મકાન લેવા રૂ.30 લાખની માંગણી કરી હતી અને આ રકમ ના લાવે તો છુટાછેડા આપવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસરિયાનાં આ ત્રાસથી કંટાળી યુવતીએ નાનીના ઘરે ઊંઘવાની એકસાથે 19 ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો. જે અંગે યુવતીની ફરિયાદ આધારે બહુચરાજી પોલીસે પતિ સહિત 5 સાસરિયાં સામે દહેજની માંગણી કરી મારઝૂડ કરવા તેમજ સાસરી પક્ષના એક સ્વજન સામે છેડતીની ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે.

બહુચરાજીમાં નવદુર્ગાચોકમાં નાનીના ઘરે રહેતી મયુરીબેન દિનેશકુમાર રાવલ (22)નાં લગ્ન પાલનપુર સિદ્ધરાજ જયસિંહનગર વણઝારા ટેકરો ખાતે રહેતા પુરોહિત યશ અલ્પેશકુમાર સાથે થયાં હતાં. લગ્ન સમયે તેની નાનીએ 88 તોલા સોનુ, 1 કિલો 300 ગ્રામ સોનુ, 10 લાખ રોકડા અને ફ્રિજ, એસી, વોશિંગ મશીન સહિતનો કરિયાવર આપ્યો હતો. આમ છતાં દહેજ ભૂખ્યાં સાસરિયાં દ્વારા વધુ પૈસા માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી સંસાર બચાવવા રૂ.8.50 લાખ તેમજ ગાડી આપી હતી.

ત્યાર બાદ પાલનપુર શહેરમાં ઘર લેવા માટે રૂ.30 લાખની માગણી શરૂ કરી હતી, જે લાવવા ઇન્કાર કરતાં તું પૈસા નહીં લાવે તો છુટાછેડા આપી દઇશું અને લગ્નનો કરિયાવર પણ પાછો નહીં આપીએ. તું ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ઘેરથી કાઢી મૂકી હતી. ફરિયાદ મુજબ આજથી દોઢ માસ અગાઉ તેમના ઘરે રોજ આવતા સાસુના મિત્ર નરસિંહભાઇ ચૌધરીએ શરીરસુખની માગણી કરી અપડલાં કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

આ 6 સામે ફરિયાદ
પુરોહિત યશ અલ્પેશકુમાર (પતિ), અલ્પેશ પુરોહિત (સસરા), કલ્પનાબેન અલ્પેશ કુમાર (સાસુ), રોનક અલ્પેશ કુમાર પુરોહિત (જેઠ), સેલ્વીબેન રોનકકુમાર (જેઠાણી) (તમામ રહે. પાલનપુર, સિદ્ધરાજ જયસિંહનગર), 6. ચૌધરી નરસિંહ ભીખાભાઈ, (રહે. પારપડા, તા.પાલનપુર,

અન્ય સમાચારો પણ છે...