તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ઊંઝામાં કોરોનામાં સેવા આપનારાં 31 કોરોનાવીર યોદ્ધાનું સન્માન કરાયું

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યના હસ્તે સન્માન પત્ર અને રજતમુદ્રા અર્પણ કરાઇ

ઊંઝા શહેર અને તાલુકામાં સરકારી, અર્ધ સરકારી, સહકારી, ધાર્મિક, સેવાકીય સંસ્થાઓએ મહામારીમાં ભોજન, ઓક્સિજન, વાહન, નાણાકીય સહિતની સેવાઓ આપી હતી. તેમને સન્માનિત કરવાની ધારાસભ્ય ડો. આશાબેન પટેલની રજૂઆતને પગલે મામલતદાર એ.પી. ઝાલાએ સન્માનપત્ર આપવાનુ નક્કી કર્યું, ઊંઝા લાયન્સ પરિવારે રજતમુદ્રા આપવાની જાહેરાત કરી.

સન્માનિત કરાયેલા 31 કોરોના વીરયોદ્ધાઓમાં APMC ચેરમેન દિનેશભાઇ પટેલ,પાલિકા પ્રમુખ રીંકુબેન પટેલ, ઉમિયા માતાજી સંસ્થાન, સિવિલ સુપ્રિ. ડો. પ્રીતિબેન પટેલ, ડો.રેખાબેન કેલા, ડો.કૌશિકભાઈ પટેલ, ડો.પરેશભાઈ પટેલ,ડો.શૈલ પટેલ, ડો.ભોગીલાલ પટેલ, ડો.એન.એ. પટેલ, ચંદ્રિકાબેન પટેલ, રામભાઈ પટેલ, ગાયત્રીબેન પટેલ, ડો.જ્યોતિબેન રાજપૂત, ઉજાકર અર્પિત, સોલંકી આકાશ, ડો. ટી.સી. પટેલ

ડો.એચ.કે. પટેલ, ડો. એમ.ડી.પટેલ, ડો. કે.જી.તેરમાં, ડો.અશ્વિન પટેલ, ડો.સિદ્ધાર્થ પટેલ,ડો.નિશિત પટેલ, ડો.કલગી શાહ,વસંતભાઈ પટેલ, શનિદેવ સેવા ટ્રસ્ટ, આર.કે. મહિલા સખીમંડળ, જાયન્ટસ, માનબાઈ માતાજી મંડળ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, AAA ગ્રુપ, R.K. ફાઉન્ડેશન, પરિશ્રમ ચેરિટેબલ સદભાવના ગ્રુપનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...