તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:બહુચરાજી માર્કેટયાર્ડની ચૂંટણીમાં 15 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં

બહુચરાજી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્કેટયાર્ડની 22 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 24 ફોર્મ પાછા ખેંચાતાં હવે 15 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, રજની પટેલ જૂથના એક સભ્યએ ફોર્મ પરત નહીં ખેંચતાં હવે તેમની પેનલમાં ભંગાણ પડ્યું છે.

બહુચરાજી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 39 ફોર્મ ભરાયાં હતાં, જેમાં 18 ફોર્મ પરત ખેંચાતાં હવે 21 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વેપારી વિભાગની 4 બેઠક માટે 12 ફોર્મ ભરાયાં હતાં, જેમાં 4 ફોર્મ પાછા ખેંચાતાં હવે 8 ઉમેદવારો અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક માટે કુલ 4 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 2 ફોર્મ પરત ખેંચાતાં હવે 2 ઉમેદવારો ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી ભાજપના બે દિગ્ગજ વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઇ લાટીવાળા અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ જૂથ વચ્ચે જામી છે. જેમાં રજની પટેલ જૂથમાંથી ડમી તરીકે ઉમેદવારી કરનાર એક સભ્યએ ફોર્મ પરત નહીં ખેંચાતાં તેમને શોધવા દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...