વિવાદ:બહુચરાજીમાં યુરિયા ખાતરની થેલીમાં 30 વધુ લેવાતાં હોબાળો

બહુચરાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમિયા બીજ નિગમમાં રૂ. 270ની જગ્યાએ રૂ. 300 લેવાય છે

બહુચરાજીના દયાનંદ કોમ્પલેક્ષમાં આવેલ ઉમિયા બીજ નિગમ નામની દુકાનમાં યુરિયા ખાતરની એક થેલીના રૂ. 270ની જગ્યાએ ખેડૂતો પાસેથી રૂ.૩૦૦ વસુલવામાં આવતાં હોવાની ખેડૂતોમાં બૂમ ઉઠી હતી, થેલી દીઠ રૂ. ૩૦ વધારે લેવામાં આવતાં ખેડૂતોમાં હોબાળો મચ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયો છે.

હાલમાં યુરિયા ખાતરની ભારે ખેંચ વર્તાઇ રહી છે, જેનો ગેરલાભ ખાતર વિક્રેતાઓ ઉઠાવી રહ્યા હોય તેમ બહુચરાજીના દયાનંદ કોમ્પલેક્ષમાં આવેલ ઉમિયા બીજ નિગમમાં રોજ ખાતર લેવા ખેડૂતોની કતાર લાગે છે.આ વિક્રેતા દ્વારા યુરિયાની એક થેલીના રૂ. 270 સરકારે નક્કી કરેલા ભાવ કરતાં રૂ. ૩૦ વધુ એટલે કે રૂ. ૩૦૦ વસુલવામાં આવતાં ખેડૂત દ્વારા વિરોધ કરાયો હતો અને તેનો વીડિયો વાયરલ કર્યો હતો.

ખેડૂતોના વિરોધની સાથે દુકાનદારે ખાતર આપવાનું બંધ કરી દીધું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ વિક્રેતા દ્વારા ખેડૂતોને જે બિલ આપવામાં આવેલ તેમાં ભાવ ની જગ્યાએ માત્ર યુરિયા ખાતરની બે થેલીનો ઉલ્લેખ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...