અનલોક:111 દિવસ બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સૂર્યમંદિર પ્રવાસીઓ માટે ખુલ્યું

બહુચરાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં સંક્રમણ થતું રોકવા અપાયેલા લોકડાઉનના 111 દિવસ બાદ સોમવારથી મોઢેરા સૂર્યમંદિર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવાસીઓ માટે ખુલ્યું મુકાયું હતું. જેમાં માસ્ક પહેરેલા પ્રવાસીઓને થર્મલ સ્ક્રિનિંગ અને હેન્ડવૉશ બાદ જ પ્રવેશ અપાયો હતો. પ્રથમ દિવસે વરસાદી માહોલના કારણે 20 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...