શક્તિપીઠ બહુચરાજીમાં ભરાયેલા ચૈત્રી મહાકુંભના અંતિમ દિવસે આજે શનિવારે ચૈત્રી પૂનમના દિવસે મા બહુચરના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડતાં જાણે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હોય તેવો માહોલ રચાયો હતો. જ્યાં નજર કરો ત્યાં લાલચટ્ટાક ધજાઓ અને માનો રથ ખેંચીને જતા માનાં ભક્તો જ દેખાતાં હતા. દિવસભર મૈયાના જયજયકારથી માનું ધામ બહુચરમય બની ગયું હતું. ત્રણ દિવસમાં 10 લાખથી વધુ ભકતો માનાં દર્શન કરવા પધાર્યા હોવાનો પ્રાથમિક અંદાજ છે.
જીવંત પ્રસારણ દ્વારા દર્શનનો ઘેરબેઠાં લ્હાવો મળ્યો
બહુચરાજીને જોડતા તમામ માર્ગો પર શુક્રવારે મધરાતથી લઇ શનિવાર સવાર સુધી અસ્ખલીત વહેતા ઝરણાંની જેમ આગળ વધતા જોવા મળ્યા હતા. તમામ રસ્તાઓ પર દાતાઓ દ્વારા સેવાકીય કેમ્પોની વ્યવસ્થા કરાતાં ભક્તોના ઉમંગ અને ઉત્સાહમાં વધારો થયો હતો. મેળાનું જીવંત પ્રસારણ કરાતાં લાખો ભાવિકોએ ઘેરબેઠાં માતાજીના દર્શનનો લાભ લીધો હતો. લોકડાયરામાં ડાયરાપ્રેમીઓને કલાકારોએ મોજ કરાવી હતી. સતત 45 કલાક સુધી માતાજીના મંદિરનાં દ્વાર ખુલ્લાં રહેતાં ભક્તોએ શાંતિથી દર્શન કરવાનો લ્હાવો મળ્યો હતો.
યોગ્ય વ્યવસ્થાથી ભકતોમાં સંતોષની લાગણી
બહુચરાજીને જોડતાં રસ્તાઓ પર યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરાતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ ન હતી. દર્શનપથમાં માતાજીના દર્શન કરવા રેલિંગમાં પ્રવેશતાં ભકતોને મીનરલ પાણી, ફળફળાદી અને ઠંડી છાશની વ્યવસ્થામાં આનંદના ગરબા મંડળના સ્વયંસેવકો સહભાગી બન્યા હતા. તંત્ર અને પોલીસની સહકારની ભાવનાને લઇ ભકતોમાં પૂર્ણ સંતોષની લાગણી દેખાતી હતી.
ચૈત્રી મેળાની 8 વિશેષતાઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.