તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ બંદોબસ્ત:બાયડના ચોઇલાની મહિલાને કોરોના પોઝિટિવ

બાયડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અરવલ્લી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 79 : મહિલા નરોડાથી આવી હોઈ 15 દિવસથી ક્વોરન્ટાઈનમાં કરી હતી
 • બાયડની ખાનગી હાેસ્પિટલમાં સારવાર લીધી હતી,ગામને કન્ટેન્ટમેન્ટ ઝાેન જાહેર કરી મુખ્ય માર્ગ ઉપર થર્મલ સ્ક્રિનિંગ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામે બુધવારના રોજ  કોરોનાનો પ્રથમ કેસ બહાર આવતાં ચોઇલા ગામમાં  ભયનો માહોલ છવાયો હતો. મહિલાને નરોડાથી સંક્રમણ થયાનું બહાર આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો આંક 79ને પહોંચ્યો હતો. બુધવારે બાયડની વાત્રકની વધુ એકને રજા આપવામાં આવી હતી. 3 સેમ્પલના રિપોર્ટ બાકી છે.
આ અંગે બાયડ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ર્ડા ધર્મેન્દ્રભાઇ પરમારે જણાવ્યું કે  બાયડ તાલુકાના ચોઇલા ગામે બુધવારના રોજ કોરોના નો પ્રથમ કેસ બહાર આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.મહિલાને નરોડાથી સંક્રમણ થયાનું બહાર આવ્યું હતું. બાયડની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.મહિલાને છેલ્લા 15 દિવસથી કોરન્ટાઇન કરવામાં આવી હતી.મહિલાનો રીપોર્ટ કરતાં મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.ચોઇલા ગામમાં કોરોનાનો કેસ આવતાં કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગામમાં આવાના મુખ્ય માર્ગ ઉપર થર્મલ સ્ક્રિનિંગ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
જિલ્લામાં કુલ 79 પોઝિટિવ કેસ : બાયડના 8 કેસ
અરવલ્લી જિલ્લામાં કોવિડ-19ના આજદિન સુધી કુલ-79 પોઝિટિવ કેસ નોધાયેલ છે. તેમાં બાયડ તાલુકા-8, ભિલોડા તાલુકા - 13, મેઘરજ તાલુકા - 9, મોડાસા શહેરી - 25, મોડાસા ગ્રામ્ય - 17, ધનસુરા તાલુકા - 7 આમ, કુલ- 79 પોઝિટિવ કેસો નોંધાયેલ છે. જે પૈકી કુલ-19 પોઝિટિવ દર્દીઓની સારવાર પૂરી થયા બાદ સેમ્પલ લેવામાં આવેલ જે સેમ્પલ નેગેટીવ આવતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી છે. બુધવારે બાયડની વાત્રકની વધુ એકને રજા આપવામાં આવી હતી. 3 સેમ્પલના રિપોર્ટ બાકી છે.
બાયડની કોટયાર્ક સોસાયટીમાં સર્વે હાથ ધરાશે
મહિલા સોસાયટી ના મંદિર માં આવવા ને કઈ સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી હતી સોસાયટીના તમામ લોકોનો સર્વે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો