આવેદન:સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓનલાઈન ભરતીમાં સ્થાનિક ઉમેદવારની અવગણના સામે ગ્રામજનોનું આવેદન. - Divya Bhaskar
ઓનલાઈન ભરતીમાં સ્થાનિક ઉમેદવારની અવગણના સામે ગ્રામજનોનું આવેદન.
  • વિરપુરની જાંબુડી આંગણવાડીમાં સ્થાનિકની નિમણૂંક કરવા અંગે મામલતદારને આવેદન

ગામનો વ્યક્તિ ગામના લોકો અને બાળકોને સારી રીતે સમજી શકતો હોય છે. આંગણવાડીમાં જતાં નાના ભૂલકાઓ માટે જો ગામના ઉમેદવાર દ્વારા ભણાવવામાં આવે તો તે પોતાના ગામના બાળકોને સારી રીતે સમજી શકે છે. વિરપુરની આંગણવાડી વિભાગમાં કાર્યકર્તા કરી કે તંત્ર દ્વારા બહારની વ્યક્તિની કર્મચારી તરીકે નિમણંૂક કરતા સ્થાનિક લોકો દ્વારા આ બાબતે વિરપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

વિરપુર તાલુકાના ખરોડ ગામ પંચાયત વિસ્તારના પરા વિસ્તારમાં આવેલી નાની જાંબુડીમાં આવેલ આંગણવાડીમાં કાર્યકરની જગ્યા ખાલી હોઇ તેની ઓનલાઇન ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. આ કાર્યકર પસંદગીમાં સ્થાનિક કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ પ્રક્રિયામાં સ્થાનિક ઉમેદવારની અવગણના કરીને અન્ય ગામના ઉમેદવારની પસંદગી કરી તેની નિયુક્તિ કરવામાં આવતા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકો દ્વારા આ પ્રકારની નિમણંૂકમાં અન્ય વ્યક્તિને બદલીને સ્થાનિક ઉમેદવારની પસંદગી કરીને આંગણવાડીમાં કાર્યરત કરવા માટે વિરપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તથા સ્થાનિક કર્મચારીની ભરતી ન કરાય ત્યાં સુધી બાળકોને ભણવા નહીં મોકલવાની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...