હાલાકી:વિરપુરની 32 ગ્રામ પં.માં VCEની હડતાળથી અરજદારોને ધરમધક્કા

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 વર્ષ જૂની માંગણી ન સંતોષાતા રોજિંદા કાર્ય પર અસર

રાજ્યભરના વી.સી.ઇ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે વિરપુર તાલુકાની 32 ગ્રામ પંચાયતોમાં ચાલી રહેલી વીસીઈ હડતાળને કારણે આસપાસના ગામડાઓમાં ખેડૂતોની રાજ્યસ્તરની યોજનાઓની કામગીરી ખોરંભે ચડી છે. જેમાં આવકના દાખલા, રેશન કાર્ડ, 7-12, 8અ ના ઉતારા, વિધવા સહાયની એન્ટ્રી, ઈ શ્રમ કામગીરી, ઈ નિર્માણની કામગીરી સહીતના કાર્યો માટે લોકોને ગ્રામ પંચાયતના ધરમ ધક્કા ખાઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારની યોજનાઓ ગામડાઓ સુધી પહોંચાડવામાં જેની મહત્વની ભૂમિકા છે, તેવા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (વીસીઈ)ની 16 વર્ષ અગાઉની માંગણીઓ હજુ સુધી ન ઉકેલતા, સરકાર ખોટી ખાતરી આપી રહી હોવાના આક્ષેપ સાથે 11મી મેથી અચોક્કસ મુદતની હડતાળ ઉતાર્યા છે.

સકરાર દ્વારા અપાતા અનિયમિત કમિશન સામે કાયમી ધોરણે પગાર પર લેવા તથા જોબ સિક્યુરિટી આપવી તેમજ સરકારી લાભો આપવા સહિતની માંગણીઓ રાજ્યભરના વી.સી.ઈ દ્વારા કરવામાં આવી હતી. વી.સી.ઇ ની હડતાલને કારણે ગ્રામ્ય વિસ્તારોની ગ્રામ પંચાયતના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...