અજયનો વિજય:વિરપુરના ભાટપુરનો યુવાન રાષ્ટ્રીય કક્ષાની 1500 મીટરની દોડમાં પ્રથમ

વિરપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરપુરના અજયસિહ પગીએ ગામનું નામ રોશન કર્યું હતું. - Divya Bhaskar
વિરપુરના અજયસિહ પગીએ ગામનું નામ રોશન કર્યું હતું.
  • નેપાળ ખાતે યોજાયેલ દોડ 4.05 મિનિટમાં પૂર્ણ કરી

મહિસાગર જિલ્લાનો વિરપુર તાલુકો હવે રમતગમત ક્ષેત્રે રાજ્યને ગૌરવ અપાવી રહ્યો છે. નેપાળ ખાતે યોજાએલ ઇન્ટરનેશનલ કક્ષાની દોડમાં 4.05 મિનિટમાં 1500 મિટરનું અંતર કાપી ભાટપુરના યુવાને પ્રથમ નંબર મેળવ્યો છે.

વિરપુર તાલુકાના ભાટપુર ગ્રામ પંચાયતના સરદારપુરાનો અજયસિંહ પગી નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કક્ષાની 1500 મીટર દોડ માં ભાગલીધો હતો. તેણે 4.05 મિનિટ માં દોડ પૂર્ણ કરી અન્ય સ્પર્ધકોને પાછળ છોડી પ્રથમ નંબરે આવતા ગામ, તાલુકા, જીલ્લા સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

આ યુવાન ગણતરીના દિવસો પહેલા પણ ગોવામાં 1500 મીટર દોડમાં ઈન્ડિયા ફર્સ્ટ આવ્યો હતો. ત્યાર બાદ હાલમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કક્ષાની નેપાળ ખાતેની સ્પર્ધામા પણ પ્રથમ નંબરે આવી નાનકડા ગામનું નામ રોષન કર્યું છે. ઇન્ટરનેશનલ સ્પર્ધાંમા નામના મેળવતા ગામ તાલુકા સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કરવા બદલ લોકોએ શુભકામનાઓનો વરસાદ વરસાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...