સભા તોફાની બની:ખરોડ દૂધ મંડળીની સભા તોફાની બની, સભાસદોને બોનસ ન ચૂકવાયું

વિરપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંડળીના સભાસદોએ વહિવટદારો સામે બાંયો ચઢાવી

વિરપુર તાલુકાના ખરોડ દૂધ ઉત્પાદક મંડળીમાં વાર્ષિક સાધારણ સભાએ તોફાની રૂપ ધારણ કર્યું હતું. જેમાં સભાસદોના વહિવટી હિસાબ ન મળતા સેક્રેટરી દ્વારા વાર્ષિક બોનસ ન ચૂકવવામાં આવ્યું હોવાનું દૂધ ડેરીના સભ્યએ જણાવ્યું હતું.

વિરપુર તાલુકાના ખરોડ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા 6 જુલાઈના રોજ ચોક્કસ સભાસદો સેક્રેટરી અને વહીવટી કમિટી દ્વારા વાર્ષિક સાધારણનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સભાએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું. સેક્રેટરી અને કમિટી સભ્યો દ્રારા અમુક ચોક્કસ સભાસદોના ડમી ખાતા બનાવી તેમના ખાતામાં દૂધના વધારાના નાણાંની ખેંચાખેંચી થઇ હોય તેવી વાતોએ ગામલોકોના મુખે ચર્ચાઈ રહી હતી. આ બાબતે સરકારી ઓડીટ દ્વારા દૂધ મંડળીની યોગ્ય તપાસ થાય તેવી વહીવટી તંત્ર પાસે માંગણી કમિટી સભ્ય રણજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

સભામાં સહી ન કરવાને કારણે બોનસ નથી થયું
તમામ સભાસદના હિસાબમાં મારી કોઈ ભૂલ નથી અને જે આગળની સાધારણ સભામાં સહી ન કરવાના કારણે બોનસ નથી થયું. આગામી રવિવારના રોજ સાધારણ સભા મળવાનું નક્કી કરેલ છે, વહેલી તકે સભાસદોના પૈસા મળે એવું હું ઈચ્છું છું. > કેદારસિંહ પરમાર, સેક્રેટરી, ખરોડ દૂધ મંડળી.

અન્ય સમાચારો પણ છે...