વિરપુરની ગટરો છાશવારે ચોકઅપની સમસ્યાના નિરાકરણ અને નગરને સ્વચ્છ રાખવા માટે વિરપુર ગ્રામ પંચાયતને જેટ મશીનની ફાળવણી કરી છે. પંચાયત દ્વારા જેટ મશીનને ચલાવવા છેલ્લા બે વર્ષથી ટ્રેક્ટરની માંગણી કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી જિલ્લા કક્ષાએથી વહીવટી મંજૂરી ન મળતા ટ્રેક્ટરની ખરીદી થઈ શકી નથી.
જેના કારણે લાખો રૂપિયાનુ જેટીંગ મશીન તાલુકા પંચાયતના પટાંગણમાં ધૂળ ખાઈ રહ્યું હોઇ ઉપયોગ ન કરાતા ઉભરાતી ગટર લાઇનની સફાઈ કરી શકાતી નથી. અને ઠેર ઠેર ગંદકી હો રોગચાળો ફાટી નિકળવાની દહેશત જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાને કારણે લોકો રોગચાળામાં સપડાય તે પહેલા તંત્ર દ્વારા ટ્રેક્ટરની ફાળવણી કરી આપવામાં આવે તે જરૂરી છે.
ટ્રેકટરની ફાળવણી હજું કરાઇ નથી
જેટિંગ મશીન ચલાવવા તેને અનુરૂપ ટ્રેકટર ન હોવાથી તેનો ઉપયોગ થઈ શકતો નથી આ બાબતેને લઈને વિરપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ટ્રેક્ટર માટેની દરખાસ્ત કરી મોકલી આપી છે પણ આજદિન સુધી ટ્રેકટરની ફાળવણી કરવામાં આવી નથી. > નરેશ પટેલ, વહીવટદાર, વિરપુર ગ્રામ પંચાયત
દરખાસ્ત મોકલી
વિરપુર ગ્રામ દ્વારા જેટિંગ મશીન ચલાવવા તેને અનુરૂપ ટ્રેકટરની માગણી કરેલ છે. કિંમત 5 લાખ કરતાં વધુ હોવાથી તાલુકા પંચાયતના દાયરામા તે ગ્રાન્ટ ફાળવી શકાય તેમ ન હોઈ તે દરખાસ્ત જિલ્લા પંચાયત મોકલી અપાઇ છે અને તેની ફાળવણી જિલ્લામાંથી કરવાની હોય છે.> ઉપેન્દ્રભાઈ પટેલ, નાયબ ટી.ડી.ઓ, વિરપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.