પ્રેરણા:અંગદાન કરનાર શિક્ષકનું પરિવાર મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરપુરના ડેભારીના શિક્ષકે જીવન મરણની સ્થિતિ વચ્ચે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો

છેલ્લાં કેટલાંક સમયથી લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતતા આવી છે, અને લોકો અંગદાન કરતા થયા છે. સરકાર દ્વારા પણ આવા પરિવારોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જેનાથી અન્ય લોકોને પ્રેરણા મળે. મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામના જોષી ગીરીશભાઈના પરીવારને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડેભારી ગામના શિક્ષક ગીરીશચંદ્ર સોમેશ્વરભાઈ જોષી ખાનપુર તાલુકાના વિરપરાના મુવાડાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવતાં હતા. જેઓને નવેમ્બર મહિનામાં બ્રેન હેમરેજ થયું હતું. જેથી પરિવાર જનોએ તેઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેન સર્જરી કરવામાં માટે લાવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમના તબીબો દ્વારા સર્જરી કર્યા બાદ થોડા દિવસો બાદ ફરીથી બ્રેન હેમરેજ થયું હતુ. જેમાં તબીબો દ્રારા ગીરીશભાઈને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.

આવી જીવન મરણની સ્થિતિ વચ્ચે જાતે શિક્ષક ગીરીશભાઈ જોષીએ પોતાનું અંગદાન કરવા માટે કાગળમાં લખાણ લખી પોતાના દિકરા મેહુલ જોષીને આપ્યું હતું. પિતાના અકાળે નિધન થતાં જોષી પરિવાર પર આભ તૂટી પડયું, પણ મન પર પથ્થર રાખી અમારું સ્વજન ગુમાવ્યું, પણ તેનાં અંગ કોઈ અન્યનું જીવન સુધારી શકે તેનાથી વિશેષ સારી બાબત કઈ હોઈ શકે એવી ભાવના સાથે અંગદાન કરવાનો નિર્ણય લીધો. પરિવારે તેમની ઈચ્છા ચરિતાર્થ થતી હોવાથી સર્વ અંગ દાન કરવામા માટેની પરિવારે તજવીત હાથ ધરી હતી. જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...