આપઘાત:વિરપુરના ધોરાવાડા કેનાલમાં પરિણીતાની મોતની છલાંગ

વિરપૂર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીરપુર પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધ્યો

વિરપુર તાલુકાના નાની જાંબુડી ગામ પરણાવેલ પરણીતા ઉં.19એ સાસરીયાઓના ત્રાસથી કેનાલમાં કૂંદી જીવન લીલા સંકેલી છે.લગ્ન બાદ પતિના ફોનમાં અન્ય મહિલાના ફોટા જોતા વાતવણસી હતી. પરંતુ પતિનું ઉપરાણું લઇ સસરા અને સાસુ બોલાચાલી કરી હતી.જે લાગી આવતા પરણીતાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.

વિરપુર તાલુકાના સરાડીયા ગામની ઉ.19 વર્ષીય જાગૃતિનું લગ્ન વિરપુરના નાની જાંબુડી ગામના રાજેશ સાથે આશરે દોઢ વર્ષ અગાઉ થયા હતા.પરંતુ એકાદ માસ અગાઉ પરણીતાને તેની સાસરીમાં વળાવવામાં આવી હતી. એક દિવસ પતિના મોબાઈલમાં અન્ય સ્ત્રીના ફોટા જોતાં પૂછપરછ કરી પીયરમાં વાત કરતા દીકરીના પિતા સાસરીમાં આવી પરિણીતાના પતિને ઠપકો આપ્યો હતો.

જે અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં પતિનુ ઉપરાણું લઇ સાસુ અને સસરાએ પણ બોલાચાલી કરી હતી. જે બાબત લાગી આવતા પરિણીતા સાસરીમાંથી નીકળી વિરપુરના ધોરાવાડા નજીકથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલમાં રવિવાર સવારે 8 :30 ના અરસામાં મોતની છલાંગ લગાવી હતી.

ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીએ ઘટના જોઈ બૂમાબૂમ કરી સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ટીમે મામલતદાર સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોચ્યો હતો. કેનાલમાં પડેલ પરિણીતાનો મૃતદેહ બપોર 3 વાગ્યાનાં અરસામાં મળી આવતા પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક પરણીતાના પિતા માનાભાઈની ફરિયાદના આધારે વીરપુર પોલીસે પતિ રાજેશ, સસરા રમણ અને સાસુ રેવાબેન વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...