વિરપુર ગ્રામ પંચા યતના કંપાઉન્ડમાં આવેલી આંગણ વાડી કંપાઉન્નડમાં ખાનગી વાહનો નું અાડેધડ પાર્કિંગ કરવામાં અાવતુ હતુ. આંગણવાડી કંપાઉ ન્ડમા પાર્ક થતાં વાહ ોને હટાવ વાની સત્તા સ્થાનિક તંત્ર પાસે રહેલી છે. છતાં તંત્રે એક પણ વાહન સામે દંડનીય કાર્યવાહી કરી ન હતી. આંગણવાડીમાં 35 જેટલા નાના ભૂલકાં આવતા હોવાથી અકસ્માતનો ડર સતાવતો હોવાથી દિવ્ય ભાસ્ રમાં એક માસ અગાઉ સમાચાર પ્રકાશિત કરવામાં અાવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં અાવી હતી. અને તમામ ખાનગી વાહન ચાલકોને દુર કર્યા હતા.
અને પંચાયત દ્વારા નોટીસ પણ લગાવવામાં અાવી હતી. ત્યારે ખાનગી વાહન ચાલકોએ ગ્રામ પંચાયતની નોટીસને ફાડી નાંખી પુન: ખાનગી વાહનોનું પાર્કીંગ શરૂ કરવામાં અાવ્યુ છે. વાહન પાર્કિંગની પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતા સ્થાન સ્થાનિ કોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિક તંત્ર તથા પોલીસ દ્વારા આંગણ વાડી કંપાઉન્ડમાં પાર્ક કરેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં અાવે તેવી માંગ ઉઠી છે.
વાહનો સામે દંડનીય કાર્યવાહી થશે
આંગણવાડી કંપાઉન્ડમા પાર્કિંગને લઈને સ્થાનિકો કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી આ બાબતને લઇને કોઇ પણ પ્રકારની જાણ કરવામાં આવશે તો ગેરકાયદેસર કરેલા વાહનો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.> એચ વી છાસટીયા, પીએસઆઇ, વિરપુર પોલીસ સ્ટેશન.
નોટિસની અવગણના કરાઇ
ગ્રામ પંચાયત પરિસરમા આંગણવાડી આવેલી છે. જેમાં ગેરકાયદેસર વાહનો પાર્ક થતાં હોવાની જાણ અને ફરિયાદ આવતા આ પરિસરમા વાહનો પાર્ક કરવાની મનાઈ હુકમની નોટિસ લગાવવામા આવેલ છે. તેમ છતાં આ નોટિસની અવગણના કરાઈ છે. જો વાહન પાર્ક કરતા હશે તો આગામી સમયમા કાયદેસરની કાર્યવાહી કરીશું. > દીલ્પેસ ડોડીયા, તલાટી વિરપુર ગ્રામ પંચાયત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.