મહીસાગર અને અરવલ્લી જિલ્લાના છેવાડે આવેલ વિરપુર તાલુકાના ચીખલી જોજાના તળાવમા કોઈ અજાણ્યા વાહન દ્વારા રાત્રિના સમય ઝેરી કેમિકલ છોડવાની ઘટના અગાઉ ત્રણથી ચાર વખત બનતા ગ્રામજનો દ્વારા આ કૃત્ય કરનારને પકડી પોલીસને હવાલે કરવાનું નક્કી થયેલ જે સંદર્ભ ટેન્કર આવતા ટેન્કરનું ઝેરી કેમિકલને તળાવમા છોડવાની શરૂઆત કરતા ગ્રામજનોએ ટેન્કરનો ઘેરાવ કર્યો હતો.
ટેન્કર ચાલક સાથે આવેલ અન્ય વ્યક્તિ બંનેને ટેન્કર આગળ ઊભા રાખી લોકોના મોબાઈલમાં વિડિઓ રેકોર્ડિંગ ચાલુ કરી પૂછપરછ કરતા ટેન્કર સાથે આવેલ વ્યક્તિ માલપુર પોલીસમાં ફરજ નિભાવનાર ભુપેન્દ્રસિંહ ખાંટ હોવાનુ બહાર અાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં આ પોલીસ કર્મીના કૃત્ય ને વખોડી કાઢયું હતું ફિટકારની નજરે જોવા લાગ્યા હતા. આખરે અરવલ્લીના પોલીસ વડાએ તેને આવા લોકહિતની જગ્યાએ લોકોને હાની થાય અને ગેરકાયદે કાર્યંમા સહભાગી થવાનો વિડિયો મળતા કોન્સ્ટેબલને નોકરી પરથી સસ્પેન્ડ કરી પોલીસ પરનો લોકોને જે ભરસો છે તે કાયમ રાખ્યો હતો.
પોલીસના આવા નિર્ણયથી અરવલ્લી અને મહીસાગરના લોકોએ અરવલ્લી ના પોલીસ વડાના આ કાર્યને બિરદાવ્યું હતું. આમ આ ઝેરી કેમિકલ તળાવમાં છોડી જમીન સાથે પાણીને લઇ પશુ-પક્ષીની સાથે માનવ જીવન સાથે ખિલવાડ કરનાર ને સજા થાય તેવી માગ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.