કાર્યવાહી:નવા મુવાડામાં પકડાયેલું માંસ ગૌવંશનું નીકળતાં બે સામે ગુનો

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલા આરોપીની ફાઇલ ફોટો. - Divya Bhaskar
ઝડપાયેલા આરોપીની ફાઇલ ફોટો.
  • એક માસ અગાઉ પકડાયેલું માંસ સુરત FSLમાં મોકલાયું હતું

વિરપુરના નવા મુવાડા વિસ્તારોમાં રહેણાંક મકાનમાંથી એક માસ પુર્વે પકડાયેલો માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું ખૂલ્યું છે આ પ્રકરણમાં મહંમદ રફિક સુબાભાઈ ચૌહાણ(મુસ્લિમ) રહે,નવા પુરા વિરપુર, મહિસાગર અને શબ્બીર સીદ્દી બેલીમ રહે, મોડાસા, અરવલ્લી બંને આરોપી વિરુદ્ધ વિધિવત ગુન્હો દાખલ કરાયો છે.

પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર વિરપુરના નવા મુવાડા વિસ્તારના મહંમદ રફીક સુબાભાઈ ચૌહાણ (મુસ્લિમ)ના મકાનમા એક માસ અગાઉ ગૌમાંસ વેચાણ થઈ રહ્યું છે. જેની બાતમી મળતા પશુધન નિરીક્ષક સહિત વિરપુર પોલીસ ધટના સ્થળે રેડ કરી હતી. તે દરમ્યાન પાંચ કીલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપી લીધો હતો.

જે માંસ ગૌમાંસ હોવાની શંકા હોવાથી પશુધન નિરીક્ષક દ્વારા સેમ્પલ લઇ પોલીસે એફ એસ એલ માટે સુરત મોકલી આપેલ જેનો રિપોર્ટ આવતા તે ગૌમાંસનો જથ્થો હોવાનુ બહાર આવતા પોલીસે ગુન્હો નોધી મહંમદ રફીક સુબાભાઈ ચૌહાણ (મુસ્લિમ) ની ધરપકડ કરી હતી. જ્યારે શબ્બીર સીદ્દી બેલીમ રહે, મોડાસાને પકડવા માટેના ચક્રો ગતીમાન કરેલ છે. ત્યાર બાદ તેમણે કેટલા પશુની કતલ કરી જથ્થો ક્યાં મોકલતા હતા, કોણ અન્ય સંડોવાયેલું છે તેની પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...