અકસ્માતની ભીતિ:વિરપુરના ભાટપુરમાં મંદિર પાસે ખાડો ન પૂરતા અકસ્માતની ભીતિ

વિરપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પૂર્વે ખોદકામ કરી અધૂરું છોડી દેતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા

વીરપુરના ગામછેડા મંદિર પાસે દિવાળી પૂર્વે ખોદવામાં આવેલા ખાડાને ન પૂરવામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે રાત્રીના સમયે ધ્યાન વળાક પાસે અકસ્માતની ભીતિ ઊભી થવા પામી હતી. વિરપુર તાલુકાના ભાટપુર ગામે ગામછેડા મંદિર પાસે રોહિત ફળિયામાં ભાટપુર ગ્રામ પંચાયત દ્રારા શોષ ખાડો ખોદવામાં આવ્યો હતો. ત્યાંથી બાજુમાં ગામનો અવરજવર માટેનો માર્ગ હોવાથી ખાડાને કારણે ગામલોકોને ભારે હાલકી ભોગવવાની વારી આવી હતી.

ખાડાને દિવાળી પૂર્ણ થયા બાદ પણ યથા સ્થિતિ માં છોડી રાખવામાં આવતા રાત્રે વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું હતું. આ ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી રસ્તા, સહિત વિવિધ સમસ્યા ભોગવી રહ્યા છે. અહીં ગામના મુખ્ય ગામતળ વિસ્તારનો માર્ગને અડીને ગામછેડા માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં ગંદા પાણીના નિકાલ માટે દિવાળી પૂર્વે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો.

જે દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ પણ યથાવત રાખતા રાત્રી દરમિયાન અહીંથી પસાર થતા વાહનચાલકો માટે જીવલેણ થવાની ભીતિ થવા પામી હતી. ઉપરાંત વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ ન હોઇ વહીવટદાર અને જવાબદાર વિભાગના અધિકારીઓ ઝડપથી આ સમસ્યા ન ઉકેલે તો અઘટિત ઘટના બની શકે તેમ હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતુ.

ખાડો ન પૂરાતા જિલ્લા કક્ષાએ રજૂઆત કરાશે
અમારી પંચાયતને જ્યાં પૈસા મળે એવી જગ્યાએ જ કામ કરવામાં રસ છે. આ ખાડાના કારણે શાળામાં જતા છોકરાઓને પણ તકલીફ છે. અને આ બાબત તાલુકાના અધિકારીઓ સ્થળ તપાસ કરે તો નિરાકરણ આવે એવું છે. જો આ ખાડાનું વહેલી તકે કામ પૂરું નઈ કરવામાં આવે તો અમે જિલ્લા કક્ષાએ લિખિતમાં રજૂઆત કરવાના છીએ.> નરવતભાઈ બારીયા, રહિશ, ભાટપુર.

અન્ય સમાચારો પણ છે...