વાવાઝોડાના વિનાશને 1 વર્ષ પૂર્ણ:વિરપુર તાલુકામાં તાઉતે વાવાઝોડાએ આજે તબાહી મચાવી હતી

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 જેટલા મકાનો તેમજ 85 જેટલા વીજપોલ ધરાશાયી થયાં હતાં
  • 1 વર્ષ બાદ પણ વાવાઝોડાની બિહામણી યાદો લોક માનસમાંથી જતી નથી

વિરપુર તાલુકા પંથકમાં અાજથી અેક વર્ષ અગાઉ તા. 18,19 મે 2021 ના રોજ રાત્રીના સમયે તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. અને 70થી 150 કીમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ચારેબાજુ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ બિહામણી રાત હજુ પણ લોકોની નજરમાંથી દૂર થતી નથી.અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત અનેક ઘરોના પતરા,નળીયા હવામાં ઉડતાં જોવા મળ્યા હતા. અને મકાનો, વિજપોલ,સબ સ્ટેશન પણ ધરાશાયી થયા હતા તેમજ ઉભા પાકને પણ વેરાન બન્યાં હતા આ ઉપરાંત કેટલાક પશુઓ પણ મોતને ભેટ્યા હતા.

અને હજુ પણ અનેક પરિવારો બેઠા થયા નથી અને હજુ પણ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. તાઉતે વાવાઝોડાના કારણે તાલુકામાં 35 જેટલા મકાનો અને 85 જેટલા વિજ થાંભલા જમીન દોસ્ત થયા હતા. જાહેર માર્ગો પર ઝાડ પડવાથી માર્ગ બંધ રહ્યાં હતાં. ઉપરાંત ધરના છાપરા સહિત ધરની અંદર મુકેલા અનાજ સહિત ધર વખરી પલળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...