સન્માન:જમાલપુરમાં સેનામાં સેવા બજાવી નિવૃત્ત થતાં સન્માન

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાળંદ મનહરભાઈ કાંતિભાઈ જમ્મુ કાશ્મીરમાં ફરજ પર હતા. - Divya Bhaskar
વાળંદ મનહરભાઈ કાંતિભાઈ જમ્મુ કાશ્મીરમાં ફરજ પર હતા.

વિરપુર તાલુકાના જમાલપુરના વતની વાળંદ મનહરભાઈ કાંતિભાઈ જેઓ જમ્મુ કશમીર ભારતીય સેવાદળમાં ફરજ પૂર્ણ કરી નિવૃત થઈ માદરે વતન ફરતા મહિસાગર જિલ્લા પંચાયત સદસ્ય પિનાકીનભાઈ શુકલ, વિરપુર તાલુકાના કારોબારી અધ્યક્ષ જીગરભાઇ પટેલ, વિરપુર તાલુકાના પુર્વ કારોબારી અધ્યક્ષ પ્રદીપભાઈ શેઠ, ધોરાવાડા ગ્રામ પંચાયતના સરપંચ રાઇબેન બાબરસિંહ પરમાર તથા સમસ્ત જમાલપુર ગ્રામજનો દ્વારા ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈને આવેલ ફોઝી મનહરભાઈ કાંતિભાઈ વાળંદનો સન્માનના કાર્યક્રમમાં રેલી સ્વરૂપે ડીજેના તાલે માજી સૈનિકો દ્વારા મનહરભાઈનું સન્માન કરવામાં આવ્યું. શોભાયાત્રા વાળંદ સમાજના લીંબચ મંદિરે દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...