સમસ્યા:ધાટડા ગામે રહેણાકમાં મૃત પશુનો ઢગ ખડકાતાં રોગચાળાની ભીતિ

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધાટડા ગામે રાવળ ફળીયામાં મૃત પશુઓના ઢગથી સ્થાનિકો પરેશાન - Divya Bhaskar
ધાટડા ગામે રાવળ ફળીયામાં મૃત પશુઓના ઢગથી સ્થાનિકો પરેશાન
  • મૃત પશુઓની અસહ્ય દુર્ગંધ વચ્ચે ગુંગળામણ અનુભવતા રહીશો
  • ઘર પાસે કૂતરા માંસના લોચા લાવી મીજબાની કરતા લોકો પરેશાન

વિરપુર તાલુકાના ધાટડા ગામના રાવળ ફળીય ામાં રહેણાંક વિસ્ત ારમાં મૃત પશુ ઓનો ઢગ કરવામાં આવી રહ્યો છે. મૃત પશુના નિકાલ માટે પંચાયત દ્વારા વ્યવસ ્થાના અભા વના કારણે મૃત પશુ ઓનો ઢગ ખડકાય છે. મૃત પશુઓ ખુલ્ ામાં નાંખ ામાં આવતા આ વિસ્ત ારમાં માથુ ફાટી નાંખે તેવી અસહ્ય દુર્ગંધ વચ્ચે ગંદકી ખદબદી રહી છે. જેના લીધે રોગ ાળો ફાટી નિકળ વાની દહેશત જોવા મળી રહી છે. માર્ગ પર જતા રાહદ ારીઓ પણ દુર્ગંધથી પરેશાન થઇ રહ્યા છે. તેમજ આ વિસ્ ારમા રહેતા સ્થા નિકો ત્રા ીમામ પોકારી ગયા છે. માટે પંચાયત દ્વારા કાયમી વ્યવસ્થા ગોઠ વાય તેવી પણ પ્રબળ માંગ ઉઠવા પામી છે.

જગ્યા માટે કમિટી સાથે વિચારણા કરાશે
પંચાયતના કેટલાક વ્યક્તિ પશુના ચામડા અને હાડકાના વ્યવસાય પોતાના ઘર આગળ કરતા હોય છે. અન્ય સ્થાનિક રહેણાંક વિસ્તારના લોકોને સ્વાસ્થ અને અન્ય મુશ્કેલીની સમસ્યા આવતા મૃત પશુઓના નિકાલ માટેની જગ્યા ગામની બહાર ફાળવી છે. વેપારીઓ ગામ બહાર અને તાલુકા બહારના મૃત પશુઓ અહીંયા લાવતા હતા. જેથી જગ્યા કરતા મૃત પશુઓનું પ્રમાણ વધારે થતું હોવાના કારણે આ મૃત પશુના હાડકા અને અન્ય ભાગો રોડ સુધી ફેલાઈ જાય છે. સ્થાનિકોની ફરિયાદ આવેલ છે આગામી સમયમા કમીટી સાથે આ બાબતની ચર્ચા વિચારણા કરી ફરીથી મૃત પશુઓના નિકાલ માટેની અનુરૂપ જગ્યા માટે વિચારણા કરવામાં આવશે. -> ભાવનાબેન પગી, સરપંચ, ઘાટડા ગ્રામ પંચાયત.

ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવેલ છે
રાવળ ફળીયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી મૃત પશુઓના ઢગલાથી હેરાન થઈ રહ્યાં છે. દુર્ગંધના કારણે બે ટાઈમ સરખી રીતે જમી પણ શકતા નથી. કુતરાઓ મૃત પશુઓના માસ લઈને ધરની ઓસરી આગળ મીજબાની કરતા હોય છે. તેમજ સતત દુર્ગંધના કારણે બાળકો સહિતના લોકોમાં આરોગ્ય જોખમાય તેવી પરીસ્થીતી બની છે ત્યારે આ બાબતને લઇને કલેકટર કચેરી, ડીડીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત કરી હોવા છતાં કોઈ ફેર પડ્યો નથી. - ભુરાભાઈ રાવળ , સ્થાનિક રહીશ

સમસ્યા થોડા દિવસોમાં રહેશે નહીં
ઘાટડા ગામમાં મૃત પશુઓના ચામડા અને હાડકાના ગોડાઉન અને તાપમા સૂકવવા માટે રહેણાંક વિસ્તારનો ઉપયોગ કરતો હોવાથી સ્થાનિક લોકોના સ્વાસ્થયને હાની પહોંચવા હોવાની ફરિયાદો અવાર નવાર મળી છે. વ્યાપાર કરવા માટે તેઓને વૈકલ્પિક જગ્યા વહેલી તકે આપવા માટે ગ્રામ પંચાયતમા સૂચના આપેલી છે. જે જગ્યા ફાળવાઇ જતા આ સમસ્યા થોડા દિવસોમાં રહેશે નહિ. - હિમાંશુ સોલંકી, મામલતદાર, વિરપુર

અન્ય સમાચારો પણ છે...