વાત ગામ ગામની:વિરપુર પંચાયતના ધાર્મિક સ્થાનો પાસે ગંદકી

વીરપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોઅે રજૂઅાત કરવા છતાં કામગીરી ન થતાં રહીશોમાં રોષ

વિરપુરમાં જનતા સિનેમા પાસે લીમ્બચ મંદિર આગળ ઘન કચરા ઢગલા કરી દેતાં અાસપાસના રહીશોને દુર્ગધથી માથુ ફાટી જતાં અને મંદીર પાસે કચરાનો ઉકરડો ખટકી દેતા ધાર્મીક લાગણી દુભતા સ્થાનીક રહીશોઅે હોબાળો મચાવ્યો હતો.

સોસાયટીના રહીશોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાતા વારંવાર ગંદકી દૂર કરવા માટે ગ્રામ પંચાયતને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળેલ નથી, લીમ્બચ મંદિરના પટાગણમા શર્મા સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો તેમજ લગ્ન પ્રસંગો અવારનવાર યોજાતા હોય જેથી ડમ્પીંગ સાઈડ માટે અન્ય જગ્યા નિર્ધારિત કરવામો આવે, જેથી ત્યાંના રહીશોને હાલાકી ભોગવવાનો વારો ના આવે, તેમજ નદીના પાણીથી રોજબરોજ કેટલાય પરિવારો ન્હાવા ધોવા ઉપયોગમા લેતા હોય છે,જેમા ગટરનું દુષિત પાણી છોડવામો આવે છે, જેનાથી અનેક પ્રકારના રોગોને ગ્રામ પંચાયત આમંત્રણ આપી રહી છે. તેમજ વોટર વર્કસના કુવાનું પાણી વિરપુરમાં પીવા માટે વપરાય છે.

ત્યારે કૂવાની આજુબાજુ ગંદકીના ઢગ કરવામાં આવતા કાદવ કીચડે માઝા મૂકી છે, સ્થાનિકો તંત્ર સામે લાચાર છે, સરકાર દ્વારા સ્વછતા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ વીરપુર ગ્રામ પંચાયતની આજુબાજુના રસ્તાઓ ગટરના પાણીથી ખદબદે છે.

મંદિર ન હતું તે પહેલાથી કચરો ત્યાં નાખે છે
કચરા માટેની ડંમ્પીંગ સાઇડની જમીન માટે કલેકટરને 2020 માં અરજી કરી છે. હજુ સુધી જમીન ફાળવવામાં અાવી નથી. મંદિરવાળા પણ ગંદકીને લઇને રજુઅાત કરવા અાવ્યા હતા. ટ્રેકટર દ્વારા ભુલથી કચરો નાખી દીધો છે. તેને હટાવી દેવામા અાવશે: નરેશભાઇ પટેલ, ગ્રામ પંચાયતના વહીવટદાર

અન્ય સમાચારો પણ છે...